શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા કોરોના મહામારીના સમયમાં લોકોને ઘરે બેઠા આરોગ્યલક્ષી માર્ગદર્શન, પારિવારિક સંબંધોનું મૂલ્યાંકન, ધંધાકિય સંબંધો તથા સમાજને ઉપયોગી થઇ શકે તેવા પોઝિટિવ ચેલેન્જ સાથે જીવી લઈએ એવા વેબ-સેમીનારમાં સ્વિટ્ઝર્લેન્ડથી નિશાબેન બુટાણી દ્વારા લોકોને મહામારીના સમયમાં પોતાના પરિવારના સભ્યોને સંબંધો પ્રત્યેનું માર્ગદર્શન આપી મૂલ્યાંકન કર્યું હતું. જેમાં ફેસબુકના માધ્યમથી ૨૦૦ જેટલા પરિવારોને લાઇવ તથા ૬૫૦૦ જેટલા વ્યક્તિઓએ પોસ્ટ પર પહોંચીને વેબ-સેમીનાર લાભ લીધો હતો.
આ મહામારી મુશ્કેલીમાંથી બહાર નીકળવું તેના માટે એક કલાક અને દસ મિનિટ જેટલું માર્ગદર્શન પૂરું પાડ્યું. પ્રમુખ આશિષભાઈ બોઘરા અને સેક્રેટરી પ્રશાંતભાઈ રામોલિયા તથા ટીમ દ્વારા વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.