છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર સાત તાલુકાઓમાં જ કમોસમી વરસાદ: સર્વની કામગીરીનો ધમધમાટ
રાજ્યમાં છેલ્લા 10 દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજથી વાતાવરણ ચોખ્ખુ થઇ જશે. આવતીકાલથી ગરમીનું જોર વધશે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર 7 જિલ્લામાં વરસાદ પડ્યો હતો. સવારે વાદળર્છાંયુ વાતાવરણ છવાયુ હતું. આજે રાજ્યભરમાં વાતાવરણ એકંદરે શુસ્ત રહેશે.
રાજ્યમાં સતત 10 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પાકને પારાવાર નુકશાની થવા પામી છે. રાજ્ય સરકાર દ્વારા અપાયેલા માવઠાની નુકશાનીના સર્વના આદેશ બાદ હાલ રાજ્યભરમાં નુકશાનીના સર્વની કામગીરી ચાલી રહી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ગીર સોમનાથના તાલાલા અને સુત્રાપાડા તાલુકામાં જૂનાગઢના મેંદરડા, વંથલી, જૂનાગઢ અને માણાવદરમાં જ્યારે અમરેલીના વડિયામાં હળવા ઝાપટા પડ્યા હતાં.
આજથી વાતાવરણ ક્લિયર થઇ જશે. કમોસમી વરસાદનો કહેર ખતમ થશે. દરમિયાન આવતીકાલથી ગરમીનું જોર વધશે.