રુદ્રાક્ષ
રુદ્રાક્ષનું નામ સાંભળીએ એટલે ભગવાન શિવની ભક્તિના દર્શન થાય છ. શિવજીની જટામાં અને શૃંગારમાં પણ રુદ્રાક્ષનો ઉપયોગ થાય છે. રુદ્રાક્ષ એક પવિત્ર મણકો છે જેમાં એકમુખી થી ચૌદ મુખી સુધીના જોવા મળે છે. શિવજીની આંખમાંથી પડેલું આંસુ જેને સામાન્ય ભાષામાં રુદ્રાક્ષ કહેવામાં આવે છે.
રુદ્રાક્ષ તમારી બૌદ્ધિક ક્ષમતા અને યાદશક્તિને માટે ફાયદાકારક છે. તેના સિવાય તણાવ અને ચિંતાની સમસ્યાથી હેરાન લોકોએ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તેનાથી તમારો માનસિક તણાવ ઓછો થાય છે અને શરીરની ઉર્જામાં વૃદ્ધિ થાય છે. તેના સિવાય તેને પહેરવાથી તણાવ ડિપ્રેશન અને માથાનો દુ:ખાવો ઓછો થતો રહે છે.
રુદ્રાક્ષ ક્યારે ધારણ કરવો જોઈએ ?
શ્રાવણ માસના કોઈપણ સોમવાર, શિવરાત્રી કે કોઈ પણ પૂનમના દિવસે ધારણ કરવાથી શુભ ફળ આપે છે.રુદ્રાક્ષ સવારના સમયે ધારણ કરવો જોઈએ જે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે માટે તમે સવારના સમયે સ્નાન કર્યા બાદ પહેરી શકો.
રુદ્રાક્ષ કેવી રીતે ધારણ કરવો જોઈએ ?
રુદ્રાક્ષ ધારણ કરવાના સાત દિવસ પહેલા સરસોના તેલમાં ડુબાડી રાખો. આઠમે દિવસે તેને સરસોનાં તેલમાંથી કાઢી, સારી રીતે સાફ કરો. ત્યાર બાદ તેને પંચામૃત (દૂધ,મધ,દહી, તુલસી અને ગંગાજળ) મા ડુબાડો.પંચામૃતમા થોડો સમય રાખ્યા બાદ તેને કાઢીને ગંગાજળથી પવિત્ર કરી તેના ચંદનનું તિલક લગાવો. ત્યાર બાદ તમે તેને ધારણ કરો.