દરેક રૂદ્રાક્ષની એક વિશેષતા છે અને વિવિધ રૂદ્રાક્ષના જુદા-જુદા ગુણધર્મો ધરાવે છે અને વ્યક્તિને રોગમાંથી મુક્તિ કરે છે
અબતક, રાજકોટ
દરેક આશ્રમો, વર્ણો તથા તમામ સ્ત્રી, પુરૂષોને રૂદ્રાક્ષ ધારણ કરવાનો અધિકાર છે. વિવિધ રૂદ્રાક્ષ ધારણ કરવાથી વિવિધ રોગનું હરણ થાય એકમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી સ્ત્રી સંબંધી રોગો દૂર થાય છે.
– દ્વિમુખથી :
મસ્તક, ગુદા, ફેફ્સા અને પાચનક્રિયા સંબંધી રોગમાંથી મુક્તિ મળે છે.
– ત્રિમુખી :
રક્તવિકાર, બી.પી. સંબંધી રોગો દૂર થાય છે.
– ચર્તુમુખી :
શ્ર્વાસ, દમ, મંદબુધ્ધિ, કમજોરી વિ. દૂર થાય છે. – પંચમુખી : મધુપ્રમેહ, બી.પી., સ્ત્રી રોગ, વિ.રોગમાં ફાયદો કરે છે.
– છ: મુખી :
નેત્રરોગ, નપુંસકતા, દ્રષ્ટિદોષમાં લાભ કરે છે.
– સપ્તમુખી :
દુર્બળતા, લકવા, હાડકાંના દુ:ખાવા, વાઇ સંબંધી રોગોમાં લાભપ્રદ સાબિત થાય છે.
– અષ્ટમુખી :
ચામડી સંબંધી રોગો, કોઢ, ભય વિ.નો નાશ કરે છે. – નવમુખી : હિસ્ટેરીયા, ડિપ્રેશન, માનસિક રોગ, બાળકો-બોલતા કે ચાલતા મોડા શીખે તો દ્રષ્ટિદોષ પેટની તકલીફ વિ.માં મદદ રૂપ થાય છે.
– દશમુખી :
દમ, સાયટિકા, ગઠીયોવા, જળદર, મંદાગ્નિ વિ. રોગોમાં લાભપ્રદ ગણાય છે.
– એકાદશમુખી :
હૃદ્ય, બી.પી., ડાયાબીટીસ, વિ.રોગોમાં ધારણ કરવાથી રાહત આપે એવું કહેવાય છે. – દ્વાદ્વશમુખી : કોઢ, ઝાડા, પાંડુરોગ, રતાંધળાપણુ, ભગંદર, વિ.દોષથી દૂર કરવામાં મદદરૂપ બને છે. – ત્રયોમુખી : આને આયુર્વેદની સંજીવનીની ઉપમાં આપવામાં આવી છે જ્યારે
– ચર્તુદશમુખી :
આ રૂદ્રાક્ષને દરેક રોગથી મુક્તિ આપનાર, આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર કરી અભેદ રક્ષાકવચ તરીકે ગણવામાં આવે છે. જે માનવીના સર્વે તાપ, પાપ સંતાપ હરી, સુખ શાંતિ અને શાતા અર્પે છે.