ચાંદી એક ધાતુ છે પરંતુ હકીકતમાં ચાંદી ભગવાન શંકરના નેત્રા માંથી ઉત્પન્ન થયું હતું, એટલા માટે ચાંદીના એક પવિત્ર અને સાત્વિક ધાતુ માનવામાં આવે છે. અને જ્યા ચાંદી હોય છે ત્યા વૈભવ અને સંપન્નતાની કોઈ કમી રહેતી નથી. જ્યોતિષશાસ્ત્ર માં ચંદ્ર અને શુક્ર સાથે ચાંદીનો સંબંધ બતાવવામાં આવ્યો છે. જ્યોતિષમાં માનવામાં આવ્યું છે કે જો ચાંદીની વસ્તુઓ પહેરવામાં આવે તો કુંડળીમાં ચંદ્ર અને શુક્ર મજબૂત સ્થિતિમાં આવે છે.
આમ તો સામાન્ય રીતે આપણે આંગળીમાં ચાંદીની વીંટી પહેરીએ છીએ પણ એ શણગાર માટે. અને જો એને શાસ્ત્રો અનુસાર સાચી રીતે પહેરવામા આવે તો તે આપણા માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે. અમે આજે જણાવવી એ કે ચાંદીની વીંટી કઈ રીતે તમારા માટે ફાયદાકારક થઈ શકે છે અને વીંટી કઈ રીતે પહેરવી જોઈએ.
ચાંદીની વીંટી તમે જયારે પણ પહેરો તો ધ્યાન રાખવું કે એને પોતાના જમણા હાથની ટચલી આંગળીમાં જ પહેરવી. કારણ કે જો તમે આ આંગળીમાં ચાંદીની વીંટી પહેરો છો, તો એનાથી તમારા જીવનમાં હકારાત્મક ઊર્જા નું આગમન થાય છે. શુક્ર ગ્રહ અને ચંદ્ર શુભ પરિણામ આપે છે. જેના કારણે સુંદરતામાં વધારે નિખાર આવે છે.
તમને જણાવી દઈએ કે ચાંદીની વીંટી આંગળી માં પહેરવાથી ઘણા બધા ફાયદા થાય છે. ટચલી આંગળીમાં ચાંદીની વીંટી પહેરવાથી મગજ શાંત રહે છે અને જો તમને વાત-વાત પર વધારે ગુસ્સો આવે છે તો એ તેને નિયંત્રિત કરે છે. નબળો ચંદ્ર સૌથી પહેલા વ્યક્તિની માનસિક ક્ષમતા ઓછી કરે છે એવામાં ચાંદીના આ અભિમંત્રિત વીંટી ચંદ્ર ને મજબૂત કરી તમારી માનસિક ક્ષમતા વધારવા મા મદદ કરે છે.
જો તમને કફ,આર્થરાઈટીસ, સાંધા અથવા હાડકા થી લગતી સમસ્યા છે તો ચાંદીની વીંટી તમને ઘણી હદ સુધી ફાયદો
પહોંચાડી શકે છે. ચાંદી ધાતુ નો ઉપયોગ આપણે આપણા જીવનમાં કોઈને કોઈ રીતે અવશ્ય કરવો જોઈએ. કેમ કે ચાંદીની વીંટી કે ચાંદી શરીર પર ધારણ કરવા સિવાય ચાંદી થી બનેલા વાસણ માં ખાવા પીવાથી પણ શરદી-ખાંસી અને સાયન્સ જેવી સમસ્યા દૂર થાય છે.
શાસ્ત્રો અનુસાર ચાંદી શુક્ર અને ચંદ્ર ગ્રહથી જોડાયેલી ધાતુ છે જે શરીરમાં પાણી અને કફને નિયંત્રિત કરે છે. આ ઉ૫રાંત સમૃદ્ધિ વધારવામાં પણ ચાંદી ચમત્કારિક રુપથી ફાયદાકારક છે.
જે લોકોને ચાંદીની વીંટી પહેરવી પસંદ ન હોય તો તે પૂજા કરેલી ચાંદીનો ચેન પણ પહેરી શકે છે.
જો તમે ચાંદીની વીંટી કે ચેનનો ઉપયોગ કરવા ન માંગતા હોય તો ચાંદીના ગ્લાસમાં પણ પાણી પીવાથી કફની સમસ્યામાં તમને રાહત થશે.