ડાયાલીસીસ માટે કલાકોની પ્રક્રિયા તેમજ મસમોટા મશીની દર્દીઓને રાહત મળશે
ડાયાલીસીસ કરાવતા હોય તેવા દર્દીઓ માટે ખુશખબર મળી રહ્યાં છે. ભવિષ્યમાં ઓટોમેટેડ પહેરી શકાય તેવી આર્ટીફિશીયલ કિડની ડાયાલીસીસના દર્દીઓના લોહીમાં રહેલા ઝેરી પદાર્થો દૂર કરવામાં અગત્યનો ભાગ ભજવશે. તાજેતરમાં વોશિંગ્ટન ડીસી ખાતે વોલ્ટર થઈ.વોશિંગ્ટન કન્વેન્શન સેન્ટરમાં એક અભ્યાસ રજૂ થયો હતો. જેમાં સંશોધકોએ જાહેર કર્યું હતું કે, આ પહેરી શકાય તેવી કિડની ડિવાઈસ જેવી હશે. હાલના મસમોટા ડાયાલીસીસ મશીન તેમજ લાંબો સમય લેતી ડાયાલીસીસની પ્રક્રિયાનો વિકલ્પ બનશે આ ડિવાઈસ.અહીં નોંધનીય છે કે, કિડનીની તકલીફથી પીડાતા અનેક દર્દીઓ ડાયાલીસીસ કરાવતા હોય છે.
જો કે, આ પ્રક્રિયા પાછળ લાંબો સમય અને સંપતિ વેડફાઈ છે. બીજી તરફ આ પ્રક્રિયાના મશીન પણ મસમોટા હોય છે. શરીરના અન્ય અંગેની જેમ કિડની માટે પણ કોઈ કૃત્રિમ ડિવાઈસ અપનાવવામાં આવે તેવી માંગ ઘણા સમયી ઉઠી રહી હતી. દરમિયાન વોશિંગ્ટનમાં જાહેર થયેલા સંશોધનપત્રમાં આ બાબતે નવી આશા સામે આવી છે. જેનાી ડાયાલીસીસના દર્દીઓને સરળતાી લોહીથી ઝેરી પદાર્થો કાઢવામાં મદદ મળશે. ઉપરાંત આ આર્ટીફિશીયલ કિડની કદમાં નાની અને પહેરી શકાય તેવી રહેશે.