વિશ્વભરના દેશોની જેમ ભારતમાં પણ ઈદનો પવિત્ર તહેવાર ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. આ દિવસે મુસ્લિમ સંપ્રદાયના લોકો ખુશી મનાવે છે. ભાત-ભાતના પકવાન, મિઠાઈઓ, બિરયાની જેવા પકવાન આ તહેવાર બનાવવામાં આવે છે.
આ બધા સિવાય પરિધાનની ખરીદી લોકો મહિના આગાઉથી શરુ કરી દે છે. તહેવાર કોઈ પણ હોય બસ યુવતીઓને તો પરિધાન ખરીદવાનું બહાનું જોઈએ. તો ઈદ જેવો મોટો અને પવિત્ર તહેવાર હોય અને યુવતીઓ પરિધાનમાં કોઈ કચાશ રહેવા દે, તે વાત તો શક્ય જ નથી. ઇદના ચાંદની જેમ યુવતીઓ પણ સુંદર દેખાવા માંગે છે.
પરિધાનની પસંદગી કરવામાં યુવતીઓ બોલીવુડ સેલેબ્રિટીને અનુસરવાનું ચૂકતી નથી. તેથી જ આ મોકાને ધ્યાનમાં રાખતા અમે આજના આર્ટીકલમાં તમારા માટે કેટલાક એવા પરિધાનોની સદાબહાર લાવ્યા છીએ જે જોઇને તમને તમારા પરિધાનની પસંદગી કરવામાં નવા આઈડિયા પણ મળશે