તમારા સીમ્પલ આઉટફિટ્સને ટ્રેન્ડી અને સ્ટાઇલીશ બનાવવા માટે બ્રોચનો ઉપયોગ કરી શકો છે. અલગ અલગ પ્રકારના બ્રોચને તમે ટ્રેડિશનલથી લઇ ઇન્ડિયન અને દરેક પ્રકારના આઉટ ફિટ્સની સાથે પહેરી શકો છો. બ્રોચ પહેલા માત્ર લગ્ન કે ફંક્શનમાં જ પહેરવામાં આવતા પરંતુ હવે તેને આપણા ફોરમલ વેર સાથે પણ પહેરી શકાય છે.

૧- બ્રોચને તમે ઇન્ડિયનવેર સાડી કે ચોલી સાથે ટીમ અપ કરી શકો છો. તે તમારા લુકને વધુ સુંદર બનાવે છે.

૨- કોલેજ હોય કે ઓફિસ જો તમે સ્ટોલનો ઉપયોગ કરતા હો તો તમે સ્ટોલને ડિફરન્ટ લુક આપવા બ્રોચનો ઉપયોગ કરી શકો છે.

૩- બ્રોચ સૌથી સારો લુક બ્લેઝર પર લાગે છે ખાસ કરનીે તમારા બ્લેઝરનો રંગ ડાર્ક હોય. બ્લેઝર પર બ્રોચએ ટ્રેન્ડી અને ક્લાસી લુક આપે છે.

આમ બ્રોચના અલગ-અલગ ઉપયોગ સાથે તમે ફેશનેબલ લુક પણ મેળવી શકશો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.