૧૦૦૦ વિઘાર્થીઓએ હેલમેટ પહેરવાની જાગૃતિ અંગેના અપીલ કરતા પત્રો મુખ્યમંત્રીને લખ્યા
પી.ડી.એમ. કોલેજ કેમ્પસ ખાતે આવેલી રાજકોટની ખ્યાતનામ પંચશીલ સ્કુલમાં ચેતના દિવસ કે જે ભારતમાં હિન્દુસ્તાન સ્કાઉટ ગાઇડ એકટીવીટીના પ્રણેતા શ્રી રામ બાજપાઇ નો જન્મદિવસ છે. તેની ઉજવણીના ભાગ સ્વરુપે પંચશીલ સ્કુલ અને હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઇડ સંયુકત ઉપક્રમે ચેતના દિવસ કાર્યક્રમ (હેલમેટ પહેરા જીંદગી બચાવો) પર યોજાયો આ પ્રસંગે ટ્રાફીક જાગૃતિ અને હેલમેટના મહત્વ અંગે અપીલ કરતા ૧૦૦૦ પોસ્ટ કાર્ડ શાળાના વિઘાર્થીઓ દ્વારા મુખ્યમંત્રીરીને લખવામાં આવ્યા.આ પ્રસંગે કાર્યક્રમમાં હર્ષદભાઇ મહેતા (આસી. પોલીસ કમિશ્નર, રાજકોટ) જે.કે. ઝાલા (આસી. પોલીસ કમિશ્નર,ટ્રાફીક શાખા, રાજકોટ) ભરતસિંહ પરમાર (સ્ટેટ ટ્રેનીંગ કમિશ્નર, રાજકોટ ડીસ્ટ્રીકટ સેક્રેટરી એચ.એસ.જી) કેતનભાઇ વઘાસીય( ડીસ્ટ્રીકટ ઓર્ગેનાઇઝીંગ કમિશ્નર એચ.એસ.ઓ) રાજુભાઇ જુંજા (સામાજીક અગ્રણી) જયેશભાઇ સોરઠીયા (અગ્રણી ઉઘોગપતિ) ઉ૫સ્થિત રહેલ.મહેમાનો અને વિઘાર્થીઓને ઉદબોધન કરતા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયા સાહેબે ભારતના રોડ અકસ્માત ના કારણે મૃત્ય પામનારાઓની માહીતી રજુ કરી હતી. આ પ્રસંગે ઉ૫સ્થીત એ.સી.પી. મહેતા અને ઝાલાએ વિઘાર્થીઓને ટ્રાફીકના નિયમોનું સમજાવ્યું તેમજ હેલમેટ પહેરવાની સલામતી અંગે શાળાના વિઘાર્થીઓના આ પ્રયત્ન બિરદાવ્યો અને શાળાના કોઇપણ વિઘાર્થી વાહનનો ઉપયોગ કરતા નથી સંસ્થાના તે નિયમ ને બિરદાવ્યો હતો.