દેવભુમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હિન્દુ, મુસ્લિમોના ધાર્મિક તહેવારોની ઉજવણીને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજેસ્ટ્રેટશ્રી એચ.કે. વ્યાસે સમગ્ર જિલ્લામાં તા.૧૨/૦૭/૨૦૧૮ સુધી હથિયારબંધી ફરમાવી છે.
જે મુજબ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, અથવા લાઠી અથવા શારીરિક ઇજા પંહોચાડી શકે તેવું કોઇપણ સાધન લઇ જવું નહીં, કોઇપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વિગેરે પદાર્થો લઇ જવા નહીં, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઇ જવા નહીં, મનુંષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં કે બાળવા નહીં તેમજ અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહીં, ગીતો ગાવા નહીં અને ટોળામાં ફરકવું નહીં. જાહેરનામામાં દર્શાવેલ વ્યકતિઓને તેમજ પોલીસ અધિકારીઓને પરવાનગી આપેલ હોય તેને આ આદેશ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ શિક્ષાને પાત્ર રહેશે.