સૌરાષ્ટ્રની જનતા એટલે સ્વાદપ્રેમી જનતા, એમાં પણ જાતજાતના પીણાં પીવામાં તો કોઇ પહોંચી જ ન શકે. પરંતુ આજે હું તમને પીણાં વિશે જણાવીશ કે જે અતિશય નુકશાનકારક છે.
ડ્રાયફ્રૂટ મિલ્ક હંમેશા માટે આઇડિયલ ડ્રિન્ક રહ્યું છે. પરંતુ બજારમાં મળતા ડ્રાયફ્રૂટ મિલ્ક લેવા જોઇએ નહીં. તેમાં કૃત્રિમ મિઠાસ માટે ભેળવવા માટે જોડેલા કૃત્રિમ રસાયણો નુકશાનકારક હોય છે. માત્ર ઘરે બનાવેલું ડ્રાયફ્રૂટ મિલ્ક જ આઇડિયલ છે.
કોઇપણ બેઝમાંથી બનેલું ગાઢ ડિલિશિયસ ડ્રિન્ક એટલે કે સ્મૂથીઝ.
પરંતુ બજારમાં મળતી સ્મૂથીને બદલે ઘરે બનાવવામાં આવે તો તે વધુ શુદ્વ અને ગુણકારી બને છે. અને ઘેરબેઠા તમે અસલ પોષક તત્વો માણી શકો છો.
ફ્રીઝી એટલે કે જામેલાં પીણાં, જેમાં ભરપૂર માત્રામાં કૃત્રિમ મીઠાસ અને ફ્લેવર્સ એડ કરવામાં આવે છે. માટે જેને બદલે ઘરે બનાવેલા જ્યુસ અને પીણાં પીઓ.
ડાયેટ સોફ્ટ ડ્રિન્ક ફક્ત નામ જ ધરાવે છે, તેમાં રહેલી શુગરને કારણે મીઠાસથી લોડેડ હોય છે. અને વજન ઘટાડવાને બદલે વધારી શકે છે.
આમ તો જ્યૂસ હેલ્ધી હોય છે પરંતુ બજારમાં મળતા ફ્રૂટ જ્યુસ આરોગ્ય માટે જરાય સારી નથી હોતા.