લોકો વાળ અને દાઢી કરાવવા માટે મોટા ભાગે રવિવાર રજાનો દિવસ હોવાથી તે દિવસ વધારે પસંદ કરતાં હોઇ છે. અત્યારની લાઇફ સ્ટાઇલ જ એવી થઈ ગઈ છે કે લોકો પાસે બીજા દિવસોમાં ટાઈમ મળતો નથી. પરંતુ લોકો એ જાણતા નથી કે રવિવાર એ સુર્ય નો દિવસ છે અને રવિવારના દિવસે વાળ કપાવવાથી ધન, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે. ગ્રહના આધારે આપણે નખ , વાળ અને દાઢી કરવી જોઈએ, જ્યોતિષના કેહવાં મુજબ વાર મુજબ વાળ અને દાઢી કરવાથી ઘણા ફાયદા થાય છે.
સોમવાર : આ દિવસે પણ વાળ કે દાઢી ના કરાવવી જોઈએ. આ દિવસે વાળ કપાવવાથી માનસિક શાંતિ મળતી નથી તેમજ આપણા પરિવાર માટે પણ હાનિકારક હોય છે.
મંગળવાર : વાળ કપાવવા માટે મંગળવારનો દિવસ અત્યંત ખરાબ માનવામાં આવે છે. આ દિવસે વાળ કપાવવાથી પોતાની લાઇફ માટે જોખમ માનવામાં આવે છે.
બુધવાર : સપ્તાહમાં બુધવારનો દિવસ વાળ અને દાઢી કરાવવા માટે શુભ માનવામાં આવે છે. તમે બુધવારે નખ પણ કાપી શકો છો. આ દિવસે વાળ, નખ કે દાઢી કરાવવાથી ધનમાં વધારો થાય છે તેમજ પરિવારમાં પણ શાંતિની અનુભુતિ થાય છે. તેથી વાળ કપાવવા માટે આ દિવસને શુભ માનવામાં આવે છે.
ગુરૂવાર : ગુરુવારનો દિવસ વાળ કપાવવા માટે અશુભ માનવામાં આવે છે. આ દિવસે વાળ કપાવવાની ધનમાં ઘટાડો થાય છે તેમજ માન સન્માનને પણ નુકશાન થઈ શકે છે. તેથી બની શકે તો આ દિવસે વાળ કપાવવાનું ટાળો.
શુક્રવાર : શુક્રવારનો દિવસ વાળ, દાઢી કે નખ કપાવવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસને એટલા માટે પણ શુભ માનવામાં આવે છે કારણકે આ દિવસ શુક્ર ગ્રહથી પ્રભાવિત હોય છે જે સૌન્દર્યનું પ્રતિક હોય છે. માટે આ દિવસે વાળ અને નખ કપાવવા થી ધન અને યશની પ્રાપ્તિ થાય છે.
શનિવાર : શનિવારના દિવસે પણ વાળ કે નખ કાપવા ના જોઈએ. આ દિવસે વાળ કે નખ કાપવાથી અકાળ મૃત્યુ પણ થઇ શકે છે અથવા પોતાના પરિવાર પર સંકટ આવી શકે છે. બની શકે તો આ દિવસે વાળ કે નખ ના કાપવા જોઈએ.
બુધવાર અને શુક્રવાર વાળ અને નખ કાપવા માટે શુભ માનવામાં આવે છે જેથી કરીને બની શકે તો આપણે એ દિવસ વધારે પસંદ કરવા જોઈએ.