પાંચ વર્ષ અગાઉ જેવી સ્થિતિ થવા નહીં દઈએ
રોકાણકારો, લોન લેનારાના હિતોનું સંતુલન જાળવીએ છીએ: શશીકાંતા દાસ
દેશમાં કોવિડ-૧૯ના લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં અમે રોકાણકારો તથા લોન લેનારાના હિતોને ધ્યાનમાં રાખવી યોગ્ય સંતુલન જાળવવા કોશિષ કરી રહ્યાં છીએ તેમ ફિક્કી આયોજીત એક સમારંભમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશીકાંતા દાસે જણાવ્યું હતું.
ફિક્કી આયોજીત કોન્ફરન્સમાં સંબોધન કરતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશીકાંતા દાસે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીને કારણે અર્થતંત્રને અસર થઈ છે પણ પાંચ વર્ષ અગાઉ બેંકોની જે સ્થિતિ સર્જાઈ હતી તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે અમારા પ્રયાસો ચાલુ છે.
અમે બેંકોમાં નાણા રોકાણકારોનું હિત જાળવીએ છીએ અને સાથે લોન લેનારાના હિતોનું પણ ધ્યાન રાખી બંને વચ્ચે સંતુલન સાધવા કોશિષ કરીએ છીએ.
દેશમાં કોરોનાને કારણે મોટી સંખ્યામાં નાના મોટા ધંધા-રોજગારને માઠી અસર પડી છે. ભારતીય અર્થતંત્રને પણ અસર થઈ છે.
આમ છતાં પાંચ વર્ષ જે રીતે બેંકોની એનપીએ બહુ અગાઉ ઝડપથી વધી રહી હતી તેવી સ્થિતિ ન સર્જાય એ માટે અમારી કોશિષ ચાલુ છે. ધંધાને પણ રોકડની થોડા અછત વર્તાય છે.
આવી સ્થિતિમાં વેપાર ધંધા પુન: સામાન્ય બને તે માટે અમે સહાય કરી રહ્યાં છીએ.
બેંકોને મોટી ચિંતા એ હોય છે ડિમોનીટરોના હિતનું ધ્યાન રાખવું કારણ કે, બેંકોમાં નાણાં રોકનારા કરોડો હોય છે જ્યારે લોન લેનાર લાખોમાં જ હોય છે.
બેંકોમાં નાણા રોકાણ કરનાર નાણા રોકાણકારો, મધ્યમ વર્ગીય લોકો, નિવૃત લોકો જ હોય છે. જે પોતાની ડિપોઝીટ પર નિર્ભર જ હોય છે. આમે તેના હિતોને રક્ષણ કરીશું.