જખૌના દરિયામાંથી પાકિસ્તાનની અલ-હજ નામની પાકિસ્તાની બોટને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમ દ્વારા અટકાવી તલાસી લેતા બોટમાંથી રૂ.300 કરોડની કિંમતના 55 પેકેટ હેરોઇનના મળી આવતા બોટ લઇને જખૌ દરિયા કિનારે આવેલા નવ પાકિસ્તાનીની ધરપકડ કરી છે. ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે.
ये पाकिस्तान के ड्रग्स नेटवर्क पर गुजरात पुलिस (ATS), कोस्ट गार्ड, NCB की “दरियाई स्ट्राइक “ है,
“ जितने भेजोगे उतने पकड़ेंगे, वेलकम टू गुजरात जेल… पूरी ज़िंदगी गुजारों काल कोठरी में “
— Harsh Sanghavi (@sanghaviharsh) April 25, 2022
તેમણે ડ્રગ્સ મોકલનાર અસામાજિક તત્વો પર લાલ આંખ કરતા જણાવ્યું કે પાકિસ્તાનના ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત પોલીસ (ATS), કોસ્ટ ગાર્ડ, NCB ની આ “દરીયાઈ સ્ટ્રાઈક” છે. “જેટલા ડ્રગ્સ મોકલશો, તેટલાને પકડી પાડીશું. ગુજરાતની જેલમાં તમારું સ્વાગત છે. આખું જીવન વિતાવજો જેલમાં.
ગુજરાતની સરહદમાં પ્રવેશતા પહેલા પાકિસ્તાની ડ્રગ માફિયાઓની દરેક હિલચાલ પર નજર રાખતા ગુજરાત ATS, કોસ્ટગાર્ડને પકડી પાડવા બદલ હર્ષ સંઘવીએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સૌરાષ્ટ્રનો વિશાળ દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ મોકળુ મેદાન સમજીને અવાર નવાર ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા દ્વારા ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘુસાડવા સાજીસ કરી રહ્યા છે ત્યારે દેશની સુરક્ષા એજન્સી પણ ડ્રગ્સ માફિયાઓને ભરી પીવા સજજ બની કેન્દ્ર અને રાજયની કુલ નવ જેટલી જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા સાગર સુરક્ષા કવચ અભિયાન હાથ ધરવામાં આવ્યું