વિચારધારાથી વિમુખ થયેલી કોંગ્રેસનું અસ્તિત્વ હાલ જોખમમાં છે શિવસેના પણ આજ પંથે જઇ રહી છે: એકનાથ શિંદેની લડાઇ સત્તા માટે નથી પરંતુ પક્ષની મુળભૂત વિચારધારા માટેની છે

મહારાષ્ટ્રમાં હાલ રાજકીય કટોકટી ચમરસિમાએ પહોંચી છે. શિવસેનામાં હું, તું અને રતનીયો એમ ત્રણ જ બચ્યા છે,  વિધાનસભાના ફલોર પર જંગ જામે તે પૂર્વ હાલ સેના અને શિંદે જુથ વચ્ચે વાકયુઘ્ધ ચાલી રહ્યું છે. શિવસેનાની મૂળભૂત વિચારધારાને ટકાવી રાખવા માટે એકનાથ શિંદે જુથે કેસરિયા કર્યા છે. કોઇપણ પક્ષ પોતાના મુળભૂત વિચાર ધારા સાથે બાંધછોડ કરે તો તેને ભવિષ્યમાં અસ્તિત્વની લડાઇ લડવી પડે હાલ દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસ અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ભવિષ્યમાં શિવસેના પણ આવા જ હાલ થશે. સત્તા માટે ઉઘ્ધવ ઠાકરેએ સેનાના પાયાના સિઘ્ધાતોને નેવે મૂકયા છે. પરિણામે આજે મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી ચાલી રહી છે. એકનાથ શિંદેએ એવો હુંકાર કર્યા છે કે અમે બાલાસાહેબની વિચારધારા અને બચાવવા માટે જાન ન્યોછાવર કરવા પણ તૈયાર છીએ. અમે જ સાચા શિવસૈનિકો છીએ અમે છેડવાની કૌશિક કરશો નહી.

એકનાથ શિંદેએ એવો પ્રહાર કર્યો હતો કે, મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ગુનેગારો, દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈના નિર્દોષ લોકોના જીવ લેવા માટે જવાબદાર લોકો સાથે સીધો સંબંધ ધરાવતા લોકોને બાલાસાહેબ ઠાકરેની શિવસેના કેવી રીતે સમર્થન આપી શકે? એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કહ્યું છે કે અમે આવું પગલું કેમ ભર્યું છે, મરી જવું સારું છે બાલાસાહેબ ઠાકરેની હિંદુત્વ વિચારધારા માટે લડવા માટે, અમે અમારો જીવ આપવા તૈયાર છીએ. ઉઘ્ધવ ઠાકરેએ જયારથી સત્તા માટે એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે ત્યારથી એકનાથ શિંદે કે જેની નર્સ નસસ્માં  બાલાસાહેબના સિઘ્ધાંતો વહી રહ્યા છે દુ:ખી છે. એન.સી.પી. ના વડા શરદ પવાર દ્વારા એકનાથ શિંદેએ સતત હાંસીયામાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. હવે લડાઇ વિચાર ધારાની બની ગઇ છે. શિંદે જુથ એક દમ શાંત થઇ બેસી ગયું છે. કારણ કે ઉઘ્ધવ છાવણીમાંથી એક પણ એક મંત્રી કે ધારાસભ્યો સેના જુથમાાં આવી રહ્યા છે. ફલોર સેટમાં પણ તેની જીત નિશ્ર્ચીત છે.

  • શિંદે અને રાજ ઠાકરે વચ્ચે મધરાતે ટેલીફોનિક વાતચીત!!
  • કોઇ રાજકીય મુદ્દા પર ચર્ચા ન થયાનું રટણ

મહારાષ્ટ્રમાં હાલ રાજકીય કટોકટી ચાલી રહી છે આવા માહોલમાં ગત મધરાતે એકનાથ શિંદે અને મનસેના રાજઠાકરે વચ્ચે ટેલીફોન પર વાતચીત કરી હતી. જો કે આ વાતચીત માત્રને માત્ર સ્વાસ્થ્ય સંબંધીત પુચ્છા કરી હતી. તાજેતરમાં રાજ ઠાકરેએ સર્જરી કરાવી હતી. શિંદેએ તેઓની પુછપરછ કરી હતી. બન્ને વચ્ચે મહારાષ્ટ્રમાં ચાલતી રાજકીય કટોકટી પર કોઇ જ પ્રકારની ચર્ચા થઇ ન હોવાનું જાણવા મળી રહી છે.

  • મહારાષ્ટ્રમાં હિંસા વકરશે તો શિંદેને ફાયદો
  • સંજય રાઉત મહારાષ્ટ્રની શાંતિ ડહોળવા માંગી રહ્યા છે

શિવ સેનાના નેતા સંજય રાઉત મહારાષ્ટ્રમાં શાંતિ ડહોળવામાં હિન પ્રયાસો કરી રહ્યા છે. તેઓ તોફાનો થાય તેવા ઉશ્કરી જનક નિવેદનો આપી રહ્યા છે. જો કે મહારાષ્ટ્રની જનતા સારી પેઠે જાણે કે સાચી શિવસેનાની વિચારધારા સાથે કોણ રહ્યું છે. એટલે જેટલા તોફાનો થશે તેટલો ફાયદો એકનાથ શિંદેને જ થશે. કેન્દ્રએ શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોને ’ઢ+’ શ્રેણી સશસ્ત્ર સી.આર.પી.એફ. સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. પ્રતિબંધિત આદેશો હોવા છતાં, બળવાખોર ધારાસભ્યો સામે વિરોધ કરવા માટે શિવસેનાના કાર્યકરો મોટી સંખ્યામાં શેરીઓમાં ઉતરી આવ્યા હતા ત્યારે આ આવે છે.

જે ધારાસભ્યોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે: રમેશ બોરનારે, મંગેશ કુડાલકર, સંજય શિરસાટ, લતાબાઈ સોનવણે, પ્રકાશ સુર્વે, સદાનંદ સરનાવંકર, યોગેશ દાદા કદમ, પ્રતાપ સરનાઈક, યામિની જાધવ, પ્રદીપ જયસ્વાલ, સંજય રાઠોડ, દાદાજી ભુસે, દિલીપ ભૂમિ, બાલાજી. કલ્યાનાર અને સંદિપન ભુમરે ન સુરક્ષા આપવામાં આવી છે. મુંબઈમાં સામના કાર્યાલયની બહાર દેખાવો જોવા મળ્યા હતા જ્યાં ઠાકરેના વફાદારોએ બાઇક રેલી કાઢી હતી. પુણેમાં પણ દેખાવો થયા હતા.

  • હું તું અને રતનીયો જ બચ્યા
  • ‘ઉધ્ધવ’ નામની ડુબતી નાવ માંથી સેનાના વધુ એક મંત્રીની છલાંગ

મહારાષ્ટ્રમાં ગમે તે ઘડીએ ઉઘ્ધવ ઠાકરેની પતન થઇ જાય તે નિશ્ર્ચીત થઇ ગયું છે. ઉઘ્ધવ નામની ડુબતી નાવમાંથી સેનાના વધુ એક મંત્રીએ છલાંગ મારી છે  અને સલામત એવી શિંદે બોટમાં જોડાય ગયા છે. મહાવિકાસ અઘાડી સરકારમાં હવે શિવસેનાના માત્ર ત્રણ જ કેબિનેટ મંત્રીઓ બન્યા છે. જેમાં ખૂદ ઉઘ્ધવ ઠાકરે અને તેના પુત્ર આદિત્ય ઠાકરે સિવાય સમ ખાવા પુરતા એક મંત્રી છે. સરકારમાં સેનાના હાલ હું તુ અને રતિનિયો જોવો થઇ ગયો છે. સાથેશિવસેનાપક્ષ, બળવાખોર પર ફરીથી દાવો કરવા

માટે યુદ્ધપથ પરએકનાથ શિંદેરવિવારે ઉચ્ચ શિક્ષણ મંત્રીને લાવતા જૂથે જોરદાર જવાબ આપ્યોઉદય સામંતબળવામાં જોડાવા માટે ગુવાહાટી ગયા. મહારાષ્ટ્રના ઉચ્ચ શિક્ષણ પ્રધાન ઉદય સામંત, જેઓ રવિવારે બળવાખોર જૂથમાં જોડાયા હતા, તેમણે નવી સરકારમાં કેબિનેટ બર્થ અને રત્નાગીરીના વાલી મંત્રીપદ માટે વાટાઘાટો કરી હોવાના અહેવાલ છે.

  • સુપ્રીમમાં સુનાવણીમાં પણ એકનાથ શિંદેની જીત નિશ્ર્ચીત

મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર દ્વારા એકનાથ શિંદે સહિત બાગી જુથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની નોટીસ આપવામાં આવી છે. તમામને આજે  જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. દરયિમાન આજે એકનાથ શિંદે અને ગોગાવલેએ સુપ્રિમ કોર્ટમાં બે અરજી કરી છે જે અરજી પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાયાની છે. સુપ્રિમમાં પણ  એકનાથ શિંદે જુથનો વિજય નિશ્ર્ચીત માનવામાં આવી રહ્યો છે. કારણ કે ડે. સ્પીકરે દબાણવશ થઇ 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટીસ આપી છે પરંતુ એવો કોઇ મુદ્દો નથી કે તેથી જીત નિશ્ર્ચીત છે. શિવસેનાના બળવાખોર

ધારાસભ્ય એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો સામે ડેપ્યુટી સ્પીકરે જાહેર કરેલી ગેરલાયકાતની નોટિસ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ અરજીમાં શિંદેના સ્થાને ગૃહમાં શિવસેનાના ધારાસભ્ય નેતા તરીકે અજય ચૌધરીની નિમણૂકને પણ પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જેબી પારડીવાલાની વેકેશન બેન્ચ સોમવારે શિંદેની અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે, જેઓ મોટી સંખ્યામાં સેનાના ધારાસભ્યો સાથે હાલમાં  આસામના ગુવાહાટીમાં કેમ્પ કરી રહ્યા છે.

  • સેનાપતિ શિંદે વિધાનસભામાં બળાબળીના પારખા માટે તૈયાર

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારનું પતન નિશ્ર્ચીત છે ઉઘ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીનું સરકારી નિવાસ સ્થાન ‘વર્ષા’ છોડી દીધું છે. અને માતોશ્રીમાં ફરી રહેવા જતા રહ્યા છે. ઉઘ્ધવ જુથના નેતાઓ એક જ વાત કરી રહ્યા છે કે વિધાનસભાના ફલોર પર બળાબળીના પારખા થશે. જો કે એકનાથ શિંદે વિધાનસભાના ફલોર પર પણ શકિત પ્રદર્શનમાં સેનાપતિ તરીકે ઉભરી  આવે તે નિશ્ર્ચીત મનાય રહ્યું છે. તેઓ કોઇ પ્રકારની ઉતાવળ કરવાના મુડમાં એકનાથ શિંદે નથી તેઓ ગુવાહાટીથી 30મી બાદ પરત ફરશે તેઓ પોતાના જુથને સતત મજબુત કરી રહ્યા છે. તેઓ શિવસેના છોડયા વિના જ માત્રને માત્ર બાલા સાહેબના સિઘ્ધાંતો અને વિચારધારાની મશાલના સહારે આગળ વધવા માંગે છે.

  • ઉઘ્ધવે હથિયાર હેઠા મૂકયા વિધાનસભા વિસર્જન કરવાના મુડમાં

બાલાસાહેબના સિઘ્ધાંતોને કોરાણે મૂકી સત્તાના સિંહાસન પર ચડી બેસેલા ઉઘ્ધવ ઠાકરે સામે પક્ષમાં જ પુણ્ય પ્રકોપ ફાટી નીકળ્યો છે. મોટાભાગના તમામ રસ્તાઓ લગભગ બંધ થઇ ગયા છે. આવામાં હતાશ ઉઘ્ધવ ઠાકરે આગામી દિવસોમાં રાજયપાલ સમક્ષ મહારાષ્ટ્ર વિધાનસભાને વિસર્જન કરવાની દરખાસ્ત કરી શકે છે. જો કે વિધાનસભા વિસર્જન ની શકયતા ખુબ જ નહિવત છે કારણ કે રાજયપાલ દ્વારા રાજયમાં સૌથી વધુ બેઠક ધરાવતા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવે છે જો તે પક્ષ અસર્મથતા દર્શાવે તો વિધાનસભાનું વિસર્જન થાય છે અને મઘ્યસત્ર ચુંટણી  આવે છે પરંતુ મહારાષ્ટ્રમાં હાલ આવી કોઇ જ સંભાવના દેખાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.