વર્ષ ૨૦૦૭ની જીતનું પુનરાવર્તન કરવા ટીમ ગમે તે કરી છૂટવા તૈયાર:
રોહિત શર્મા

ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્માએ બુધવારે કહ્યું કે, તેમની ટીમ ૧૭ ઓક્ટોબરથી શરૂ થનારી ટી-૨૦ વર્લ્ડ જીતીને ઇતિહાસનું પુનરાવર્તન કરવા માટે બનતું બધું કરશે.  ભારતે ૨૦૦૭ માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટી-૨૦ વર્લ્ડકપની પ્રથમ ટુર્નામેન્ટ જીતી હતી.  આગામી ટૂર્નામેન્ટ ૧૭ ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં રમાવાની છે.

વર્ષ ૨૦૦૭ માં દક્ષિણ આફ્રિકામાં ખિતાબ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહેલા રોહિતે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપમાં આપણે દરેક ઇતિહાસનું પુનરાવર્તન કરવા માટે બધું કરીશું.  અમે તેના માટે આવી રહ્યા છીએ. હું જીતવા આવું છું. પ્રથમ ટુર્નામેન્ટની જીતને યાદ કરતા રોહિતે કહ્યું, ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૭, જોહાનિસબર્ગ, જે દિવસે અબજ લોકોનું સ્વપ્ન સાકાર થયું.

તે સમયે કોણે વિચાર્યું હતું  તુલનાત્મક રીતે ઓછી અનુભવી ટીમ ઇતિહાસ રચશે. તેણે કહ્યું, એ જીતને ૧૪ વર્ષ વીતી ગયા છે, અમે ઘણી લાંબી મુસાફરી કરી છે, અમે ઘણા વધુ ઇતિહાસ બનાવ્યા છે પરંતુ અમારે સંઘર્ષ કરવો પડશે તે અમે જાણીએ છીએ. અનેક પડકારો વચ્ચે પણ અમે ક્યારેય અટક્યા નથી કારણ કે અમે ક્યારેય હાર માની નથી.

રોહિત હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઇ ઇન્ડિયન્સનું નેતૃત્વ કરી રહ્યો છે જે ભારતની મજબૂત બેટિંગ લાઇન-અપના મુખ્ય સભ્ય હશે.  રોહિતે ૧૧૧ ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૩૨.૫૪ ની સરેરાશથી ૨૮૬૪ રન બનાવ્યા છે જેમાં ચાર સદી અને ૨૨ અડધી સદી સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.