હાલ કોરોનાની મહામારીમાંથી બહાર નિકળતા કોરોનાને હરાવવા અથાક પ્રયત્નો થઈ રહ્યા છે. સરકાર તરફથી ડોકટર્સ, કોરોના વોરીયર્સ તથા સૌ કોઈ સાથે મળી તમામ ગાઈડલાઈન નીતિ નિયમોનું પાલન કરી કોરોનાની સાયકલને રોકવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે હવે બજારોમાં પણ જીવન જરૂરી ચીજ વસ્તુઓ, મેડીકલ સ્ટોર્સ સહિતની દુકાનો ખૂલ્લી હોય ત્યારે દુકાનોમાં જતા લોકો પણ સાવચેતી રાખી સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક પહેરી જતા હોય તેવું ઉપરોકત ફોટા પરથી નજર ચડે છે. અત્યારે મસમોટાથી લઈ છેવાડાના લોકો કોરોના ચેઈનને તોડવા પ્રયાસો કરી રહ્યા છે તમામ નીતિનિયમો ગાઈડલાઈનનું પાલન કરતા જોવા મળે છે.