કાગવડ ખોડલધામ મંદિરે શિશ ઝુકાવી પત્રકાર પરિષદ સંબોધી
બેરોજગારી, સરકારી નોકરીમાં ખાલી જગ્યા, ખેડૂતોની સ્થિતિ, પાકવીમા સહિતના મુદે અમે જનતાનો અવાજ ઉઠાવીશું
વિધાનસભાની પેટા ચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસ વિજય મેળવશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ પાટીદાર યુવા આગેવાન હાર્દિક પટેલે આજે સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ કાગવડ ખાતેનાં ખોડલધામ મંદિરે શિશ ઝૂકાવી માતાજીને વંદન કર્યા હતા. બાદમાં ખોડલધામ ખાતે જ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતુકે અમે મુદા આધારીત જંગ લડીશું અમે આત્મમંથન કરી લીધું છે અને અમરી પાસે લોકોનાં મહત્વના પ્રશ્નોના ચારમુદા છે.
બેરોજગારી, ખેડુતોની સ્થિતિ, રાજયમાં સરકારી નોકરીઓનાં ૩ લાખ ખાલી જગ્યાઓ અને પાક વીમો લોકોનાં મહત્વના પ્રશ્નો છે. અમે આ મુદા લઈ જનતા સમક્ષ જઈશૂ અને અમે લોકોનો સાથ લઈ તેનો અવાજ બનીશું આ પ્રશ્ર્નો હલ કરાવીને જ જંપીશું.
આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ આઠેય બેઠકો પર વિજય મેળવશે આ બેઠકો પર બેથી અઢી હજાર જ નહીં પણ ૧૫ હજારની લીડથી અને જીતીશુ એવો અમને આત્મ વિશ્વાસ છે. તેમ હાર્દિક પટેલે જણાવ્યુંતુ કોંગ્રેસ પ્રમુખ સોનીયા ગાંધીએ મારા પર જે વિશ્વાસ મૂકયો છે. અને નાની ઉંમરમાં મને જે જવાબદારી સોપી છે મારામાં જે વિશ્વાસ મૂકયો છે. તે પરિપૂર્ણ કરવા હું કોશિષ કરીશ.
અમારી લડાઈ મુદા આધારીત છે. અમારી લડાઈ ભાજપ કે સરકાર સામે નથી અમારી લડાઈ લોકોના પ્રશ્ર્નો હલ કરવાના માટે છે. અમે મુદા આધારે લડવા માગીએ છીએ અને એ માટે અમે પરસેવો પાડીશું. લોહી પણ આપીશું લોકોએ પણ હવે કોંગ્રેસને જ સહયોગ આપવાનું સ્વીકારીલીધું છે.
રાજયમાં બેરોજગારી, ખેડુતો, સરકારી નોકરીઓમાં ૩ લાખ જગ્યાઓ ખાલી છે તેમાં રાજયનાં ૫૦ લાખ બેરોજગારોને તક આપવામાં આવે તથા ખેડુતોને પાક વીમો ચૂકવવામાં આવે તે અમારા મુદા છે.
સરકારે અમને ડરાવવાના પ્રયાસો કર્યા છે. અમારી સામે કેસ કર્યા છે. પણ સામે ઝૂકવાના નથી અને સરકારના આવા કાવાદાવાથી ડરીશું નહી અમે રાજયની ૬ કરોડની જનતાને અવાજ બનીને રહીશુ ૧૬ હજાર ગામડામાં જઈ લોકોને પડતી એક એક મુશ્કેલીને હલ કરાવવા અમે અવાજ ઉઠાવતા રહીશું.
તેમણે જણાવ્યું હતુકે આગામી સમયમાં આવી રહેલા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણીઓ અમારા માટે સેમી ફાઈનલ જેવી છે. અને ૨૦૨૨ની ચૂંટણી અમારા માટે ફાઈનલ છે.
૨૦૧૫માં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જેવો દેખાવ કર્યો હતો તેવો જ દેખાવ આ વખતે થવાનો છે. જનતા જવાબ આપશે
ખોડલધામ મંદિરે માતાજીનાં દર્શને આવેલા હાર્દિક પટેલનું ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના પૂત્ર શિવરાજ પટેલ, હાર્દિક પટેલનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતુ.
આ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલની સાથે ધોરાજીનાં ધારાસભ્ય લલીતભાઈ વસોયા, જામનગરનાં પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, અર્જુનભાઈ ખાટરીયા, અશોકભાઈ ડાંગર, રાજકોટ મહાપાલીકાના વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લડી શકે એવા યુવાનોને પ્લેટફોર્મ પૂરૂ પાડીશું
રાજયમાં કથળેલા શિક્ષણ, ખેડુતોનાં પ્રશ્નો યુવાનોના પ્રશ્નો અને બેરોજગારી મુદે અવાજ ઉઠાવી શકે અને લડીશકે તેવા યુવાનો અમે પ્લેટફોર્મ પૂરૂ પાડીશું, કોંગ્રેસ એવા યુવાનોને આગળ કરશે તેમ હાર્દિકે જણાવ્યું હતુ.
જોડીયા પંથકનાં ખેડૂતોને નુકસાન જમીન ધોવાણનું વળતર અપાવીશું
જોડીયા પંથકમાં તંત્રની બેદરકારીથી ખેડુતોના ખેતરો ધોવાઈ ગયા અને ખેડુતોને લાખોનું નુકશાન થયું તેથી ખેડુતોની સ્થિતિ નુકશાનીનો અંદાજ મેળવવા અમે ચાર ધારાસભ્યોને તે વિસ્તારમાં મોકલીશું ધારાસભ્યોની ટીમ ખેડુતોને નુકશાન, જમીન ધોવાણનું વળતર ચૂકવવા અમે સરકારમાં રજૂઆત કરીશું અને વળતર અપાવીશું જો સરકાર ખેડુતોને નુકશાનીનું વળતર નહી ચૂકવે તો અમે આંદોલન પણ ચલાવીશું તેવો નિર્દેશ પણ હાર્દિક પટેલે આપ્યો હતો.
અમે જનતાનો આવાજ બનીશું: કોંગ્રેસ
૨૦૨૨માં કયા મુદે તમે ચૂંટણી લડશો? તેવા એક પ્રશ્નના જવાબમાં હાર્દિકે જણાવ્યું હતુકે કોંગ્રેસના ૬૫ ધારાસભ્યો અને લાખો કાર્યકરો બેરોજગારી, ખેડુતોની સ્થિતિ, પાક વીમો તથા સરકારી નોકરીમાં ખાલી જગ્યાઓ મુદાને લઈ ગામડામાં જનતા પાસે જશે અને આ મુદે અમે જનતાનો અવાજ બની તેને હલ કરાવાના પ્રયત્નો કરીશું