કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહની શુભેચ્છા મુલાકાત વેળાએ મોમેન્ટો અર્પણ કરતા જ્યોતિન્દ્ર મહેતા અને સહકાર ભારતીના પ્રતિનિધિઓ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના સહકારી ક્ષેત્રને વધુ વેગ આપવા અને આ ક્ષેત્રને વૈશ્ર્વિક કક્ષાએ લઇ જવા સહકારિતા મંત્રાલયની રચના કરી વડાપ્રધાનને તેની દિર્ઘદ્રષ્ટિ અને કોઠાસુજના દર્શન કરાવ્યા છે.
ઉપરાંત આ મંત્રાલયને પૂરેપૂરો ન્યાય આપી શકે તેવા આ ક્ષેત્રના બાહોંસ અને કર્તવ્યનિષ્ઠ અને ગુજરાતના પનોતા પુત્ર એવા કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઇ શાહને આ વિભાગ સોંપવામાં આવતા ગુજરાતની કવિતા કે જેના શબ્દો છે. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતીઓ સૌથી ન્યારાએ કવિતાની પંડિત ચોક્કસ ગુંજારવ કરે તે સ્વાભાવિક છે. તાજેતરમાં જ વિરાટ સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્રભાઇ મોદી દ્વારા રચાયેલા. સહકારિતા મંત્રાલયના સર્વ પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઇ શાહની જ્યોતિન્દ્રભાઇ મહેતા અને સહકાર ભારતીના પ્રતિનિધિઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સહકારિતા મંત્રી સાથેની શુભેચ્છા મુલાકાત વેળાએ સહકારી ક્ષેત્રના ખ્યાતનામ લોગો (પ્રાઉડલી કો-ઓપરેટીવને મનોરમ્ય રીતે દર્શાવતો મોમેન્ટો અમિતભાઇ શાહને આપ્યો હતો, સાથોસાથ ગુલદસ્તો અને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.
દિલ્હી ખાતે અમિતભાઇ શાહ સાથેની મુલાકાત દરમિયાન સહકાર જગતની ગઇ કાલ, આજ અને આવતીકાલ વિશે મુક્તમને ગહન ચર્ચા-વિચારણા કરી હતી. અમિતભાઇ શાહે સહુ અગ્રણીઓ પાસે લાગણી વ્યક્ત કરી હતી કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સહકારિતા ક્ષેત્રને સશક્ત કરી તેની સાથે જોડાયેલ કરોડો લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પની ભાવના સાથે આપણે કાર્યો કરવાના છે.
આ તકે સહકાર ભારતીના પ્રતિનિધિઓ, જ્યોતિન્દ્ર મહેતા (સંરક્ષક), સતીષજી મરાઠે, (પૂર્વ સંરક્ષક), રમેશજી વૈદ્ય (અધ્યક્ષ), ઉદયજી જોષી (મહામંત્રી), સંજય પાચપોર (સંગઠન મંત્રી) અને સુનિલજી ગુપ્તા (દિલ્હી) ઉપસ્થિત રહ્યાં હતાં.