- ગોંડલમાં પરિણીતા પર સાસરીયાનો ત્રાસ: પતિ સહિત છ સામે ફરિયાદ
રાજકોટ માવતરે રહેતી પરિણીતાએ ગોંડલ રહેતાં પતિ સહિતના સાસરિયાઓ સામે ફરીયાદ નોંધાવી હતી. સાસુએ અમને તો ફેશન વાળી વહુ મળતી હતી, પણ ઘરનું કામ કરાવવું હોય’ જેથી તારી સાથે પુત્રના લગ્ન કર્યા તેમ કહી ત્રાસ આપતાં તેમજ કાકાજી સસરાએ હું લોહાણા સમાજનો કારોભારી સભ્ય છુ, જો હું કહુ તેમ ના કર્યું તો, સમાજમા ઉભા રહેવા લાયક નહી મુકું તેમ કહી ધમકી આપતા હતાં. પરણીતાની ફરિયાદ લઇ પોલીસે તપાસ ધરી છે.
રાજકોટ સ્વામિનારાયણ ચોકમાં શ્યામ કોમ્પલેક્ષમાં માવતર સાથે રહેતી ડોલીબેન જીલભાઈ ખોદાણી (ઉ.વ.27) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગોંડલ રહેતા પતિ જીલ નિલેશ ખોદાણી, સસરા નિલેશ ખોદાણી, સાસુ જયશ્રીબેન ખોદાણી, નણંદ સાક્ષીબેન ખોદાણી, મોટા સસરા દિનેશભાઇ અને રાજકોટ શિતલપાર્ક પાસે રહેતા ફુવાજી મનિષભાઇ નું નામ આપતાં મહિલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના લગ્ન તા.28/05/2021 ના ગોંડલના જીલ સાથે થયેલ છે. લગ્નજીવનથી સંતાન દોઢ વર્ષની દિકરી છે. તેમના પતિ જીલ અને સસરા નિલેશભાઇ ગોંડલમાં તુલસી પાન એન્ડ કંપનીમા ભાગીદારીમા ધંધો કરે છે.
લગ્ન જીવન શરૂઆતમાં એકાદ મહિનો સારી રીતે ચાલેલ પતિ ઇન્સ્ટાગ્રામમાં અજાણી છોકરીઓને તથા ખરાબ આઈ.ડી. ને ફોલો કરતો જે પેજ ડીલીટ કરવા માટે કહેતી તો તે ગાળો આપી ઝઘડો કરી માર મારતો અને તેમની પર શંકા થતા તેમને ઇન્સ્ટાગ્રામ આઇડીમાં છોકરીઓના આઇ.ડી. બતાવેલ તો પતિ કહેતો કે, મારે જેમ કરવુ હશે તેમ કરીશ તેમ કહીં ગાળો આપવા લાગતો અને પિયર જતી રહેવા કહેતો હતો.
પતિ જ્યારે દારુ પિ આવે ત્યારે ઝઘડો કરી માનસિક ત્રાસ આપતો તે બાબતે સાસુને કહેતી તો સાસુ કહેતા કે, અમને તો ફેશન વાળી વહુ મળતી પણ મારે અમારા ઘરનુ કામ કરાવવું હોય જેથી મિડલ ક્લાસની છોકરી જોઇતી હતી એટલે તારી સાથે લગ્ન કર્યા છે.
ગઈ તા.13/04/2024 ના રાત્રે તેણીનો ફોન સ્વિચ ઓફ થઇ ગયેલ જેથી પતિનો ફોન માંગેલ અને તેમાં ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. ખોલતા જેઠાણીના આઈ.ડી.મા બેબી વાળી ચેટ વાચેલ હતી, જે ચેટ ડીલીટ કરવા કહેતા પતિએ બોલાચાલી કરી તેણીનું માથુ દિવાલમાં ભટકાડવા લાગેલ હતો. જેથી તેણીએ ભાઈને ફોન કરી વાત કહેલ અને બીજા દિવસે તેમનો ભાઈ માતા-પુત્રીને માવતર તેડી ગયો હતો.