દીન દુખીને સંકટના સમયે સહાયરૂપ થવાના ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલ આદેશ અનુસાર ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને આશીર્વાદ સાથે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ કોવિડના દર્દીઓની સેવા કરી રહેલ છે.
પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર છાત્રાલયના બિલ્ડિંગમાં 200 દર્દી આઈસોલેશનમાં રહી શકે તેવી સુવિધા સંતવલ્લભ દાસજી સ્વામી , પૂર્ણ પ્રકાશ દાસજી સ્વામી એ કરી રહ્યા છે. તારીખ 19 એપ્રિલ થી આઈસોલેશન થયા બાદ 60 દર્દીઓ સાજા થયા છે. આ દર્દીઓને હસતે મુખે પોતાના ઘેર પહોંચાડેલ. આઈસોલેશનમાં મિનીમમ 8 થી 14 દિવસ સુધી રહેવાની જરૂર પડતી હોય છે .
વિશેષમાં તેઓએ કહ્યું હતું કે ગુરુકુળહ ના વરિષ્ઠ કાર્યકર્તા સુરેશભાઈ મારડિયા, ડાયાભાઈ વૈષ્ણવ વગેરેના માર્ગદર્શન અનુસાર યુવા સ્વયંસેવકો શ્રીકાંત તન્ના , હરેશ ખોખાણી , ભાર્ગવ ગીનોયા તેમજ દર્દીઓને જમાડવાની વ્યવસ્થા પરેશભાઈ ટોપિયા, નવનીતભાઈ માખેસણા , વેલજીભાઈ હીરપરા વગેરે દર્દીઓને બે ટાઈમ ચા-પાણી અને ત્રણ ટાઈમ તેમની રુચિ પ્રમાણે જમવાનો તેમજ દરેક દર્દીઓને વિટામિન સી ની ખાસ જરૂર પડતી હોય છે ત્યારે મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી કહેલું કે ફ્રુટ જ્યુસ વગેરે પણ પૂરતા પ્રમાણમાં આપવું. દર્દી એ નારાયણ છે અને એમાં ભગવાન રહેલા છે એવી શુભ ભાવના સાથે આપણે સેવા કરવી.
ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર અલ્પેશભાઈ વઘાસીયા , ડો. કુણાલભાઈ થડેશ્વર, ડો. માકડીયા કુલદીપભાઈ નિસ્વાર્થભાવે સેવા આપી સંતો અને દર્દીઓનો રાજીપો મેળવી રહેલા છે. એમની મદદમાં 10 જેટલા પેરામેડિકલ સ્ટાફ દર્દીઓને જરૂરી દવા તેમજ સમયે સમયે ઓક્સિજનનું લેવલ ,બીપી સુગર ચેક કરવું ટેમ્પરેચર જોવું, નાસ લેવરાવવો, યોગા કસરત કરાવી , થેરાપી વગેરેની જેને જરૂર હોય તેને આપી રહેલા છે.આ પ્રસંગે આજે આઈસોલેશનમાંથી સાજા થયેલા દર્દીઓને વિદાય આપતા પ્રભુ સ્વામી એ સૌને અહીંયા સ્વામિનારાયણ ગુરૂકુળમાં કે બીજી જગ્યાઓમાં દર્દીઓની સેવા કરવાનુ કહેલું અને કહ્યું કે ભગવાનનુ ભજન કરજો સુરક્ષિત રહે જો, ભગવાને તમને સાજા કર્યા છે એમનો આભાર માનજો.