દાદા ભગવાનનાં ૧૧૦માં જન્મજયંતિ મહોત્સવમાં ખેંચની પકડે પકડાયા પોતે વિષય ઉપર પ્રશ્ર્નોતરી યોજાઈ: આજે ઉજવણીના મુખ્ય દિવસે માનવ મહેરામણ ઉમટશે
દાદા ભગવાનની ૧૧૦મો જન્મજયંતિ મહોત્સવ પૂ. દિપકભાઈના સાંનિધ્યમા ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ ઉપર ૧૨.૫૦ લાખ ચોરસ ફુટના વિસ્તારમાં ઉંભુ યેલા દાદાનગરમાં યોજાઈ રહ્યો છે. જેમાં આજે પ્રશ્નોત્તરી સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેંચની પકડે પકડાયા પોતે વિષય ઉપર સુંદર પ્રશ્નોત્તરી સત્સંગમાં પૂ. દિપકભાઈએ જણાવ્યું કે સાચી વાતની પકકડ એજ મોટામાં મોટું જુઠાણું છે. રીલેટીવ સત્ય છે, એવી શું પકકડો પકડવી આગ્રહ દુરાગ્રહ પકકડો ખેંચ કરે તે વીતરાગ માર્ગી ઉંધો ચાલ્યો. રીલેટીવ માટે કંઈપણ આગ્રહ પકડવા જેવો ની.વધુમાં જણાવ્યું હતું કે, કુદરતનો કાયદો છે કે, જેટલો આગ્રહ પકડશો એટલો સંસારમાં માર પડશે. બીજાને દુ:ખ આપીને કંઈપણ વાતની પકકડ પકડો એ ખોટું છે. લોકોને સુધારવા કરતાં આપણે જાતે સુધરો.આપણા ક્રોધ, માન, માયા, લોભ કાઢો… તેમજ અણહક્કની લક્ષ્મી કે વિષયમાં પડવું નહી, ભયંકર જોખમ છે અધોગતિ આવશે… બધા દુ:ખનું મૂળ કારણ અજ્ઞાન છે, દુ:ખી મુક્ત વા આત્માને ઓળખવાનું જ્ઞાન મેળવવાનુ છે જ્ઞાન લેવાી ભય, દુખ, ભોગવટા બધુ મટી જશે. જેને આ સંસારી છુટવુ હોય તેને કોઈ ખેંચ પકકડના પકડે તે ધીમેધીમે છોડતો જાય. કરતાપણુ ખલાસ ાય ત્યારે પરમ વિનય ઉત્પન્ન થાય, જ્ઞાની પુરૂષને ઓળખવાની જરુર છે. સત્સંગમાં આવવાી પરીચય વધે, અને જ્ઞાનીની ઓળખાણ પડતી જાય એટલે વિનય ઉત્પન્ન થાય, પરમવિનય ઉત્પન્ન યા કરે…પૂ.દિપકભાઈએ વધુમાં કહ્યું કે ધંધામાં નીતિ-પ્રામાણીકતા રાખજો, ભેળસેળ ના કરશો. મનુષ્યોની ખાવા-પીવાની વસ્તુઓમાં પૈસા કમાવવા માટે ભેળસેળ, ભષ્ટાચાર, દુરાચાર કરે છે, તેના ભયંકર દંડ ભોગવવા પડશે. પૈસા થોડા વધારે લેશો તો ચાલશે પરંતુ સસ્તું આપીને ભેળસેળ ન જ કરવી. વેપારમાં ધર્મ રાખજો પણ ધર્મમાં વેપાર ના કરતા.ધર્મમાં સેવા કરો, પરોપકાર કરષો તો પુણ્ય બંધાશે અને સંસારમાં સુખ શાંતિ અને લક્ષ્મીજી વધ્યાજ કરશે. ડોક્ટરો દર્દીને દવા આપે તે સાજો કરવાનો હેતુ અને પૈસા કમાવવાનો એમ બે હેતુ ી કરે છે, જો દર્દીને સાજો કરવાની ભાવનાથી થાય તો લક્ષ્મીજી તેને બાય પ્રોડક્ટશનમા આવ્યા જ કરશે, એટલે મેઈન પ્રોડક્ટશનમા પૂ. દાદાશ્રીએ જગતમાં સુખ શાંતિ થાઓ જગતનું કલ્યાણ થાઓ તે જ જીવનભર રાખેલુ તેી બાય પ્રોડક્ટશનમા લક્ષ્મીજી, ભૌતિક સુખો એ મળ્યા કરશે.આજે પૂ. દાદા ભગવાનની ૧૧૦મી જન્મજયંતિની ઉજવણીનો મુખ્ય દિવસ છે. હજારોની સંખ્યામાં દેશ, વિદેશી પધારેલ ભાવિક મહાત્માઓ સો મળી ઉજવશે. પૂજ્ય દિપકભાઈના સાનિધ્યમાં સવારે ૮ થી બપોર ૧ વાગ્યા સુધી પૂજન, દર્શન, આરતીનો કાર્યક્રમ ચાલશે. અને બપોરે ૪:૩૦ થી ૬ વાગ્યા સુધી દર્શનનો કાર્યક્રમ અને રાત્રે ૮ થી ૧૦ સુધી ભકિતનો કાર્યક્રમ યોજાનાર છે. અને પછી ૮ નવેમ્બર સુધી થીમપાર્ક, ચિલડ્રનપાર્ક ને બીજા બધા શો દરરોજ સાંજે ૫ થી ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેશે, તેમા બાળકો માતા-પિતા તા જિજ્ઞાસુઓને જીવન ઉપયોગી સમજણ નાટીકા પ્રદર્શન થીમ શો દ્વારા બતાવવામાં આવશે. ધર્મ, ભગવાન, કર્તા સબંધી ખોટી માન્યતાઓ, વ્યસન અંગેનો સંદેશો આપતી મોતની ગુફા, બન્યુ તે જ ન્યાય, આ અબ લોટ ચલે, જેવા ડોમ મુકવામા આવ્યા છે, ગઈકાલે પારંભમા જ લોકોની ખૂબ જ ભીડ ધસારો જોવા મળ્યો હતો અને ખૂબજ પ્રતિસાદ મળ્યો છે. લોકોના ટોળેટોળા જોવા ઉમટયા હતા.પૂ. દાદા ભગવાને કહેલું જન્મજયંતી, ગુરૂપૂર્ણીમાં અને દિવાળીના દિવસે અમારું પૂર્ણ દર્શન હોય છે. અમે મહીંવાળા ભગવાન સો ચૌદલોકના ના અભેદ હોઈએ છીએ. તે દિવસોમાં કોઈ બહારનો વ્યવહાર હોતો ની. સંપૂર્ણ આત્મામાં જ હોઈએ છીએ. તેી દર્શન કરનારને ખૂબજ ઉંચુ ફળ મળે છે અને આધ્યાત્મિક પ્રગતિ ઈ સંસારના દુ:ખોમાંથી છૂટવાનો માર્ગ મળી જાય છે. માટે આ દિવસોમાં જ્ઞાની પુરુષના દર્શન કરવા અપૂર્વ અલૌકિક હોય છે.આવતીકાલે સવારે ૯:૩૦ થી ૧૨ વાગ્યા સુધી આત્મ દ્રષ્ટિના પુરુષાર્થની શ્રેણીઓ અને સાંજે ૭:૩૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી મુક્તિનું શ્રેષ્ઠ અંગ, કલેશ ભાંગવો તે વિષય ઉપર પૂ.દિપકભાઈ દ્વારા પ્રશ્ર્નોતરી સત્સંગનો કાર્યક્રમ થશે.