ઉપલેટામાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે ખોડલધામ સમિતિ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ભારતની આઝાદીના યૌદ્ધા અને અખંડ ભારતના શિલ્પી લોહ પૂરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મજયંતિ નિમિત્તે ઉપલેટામાં ખોડલધામ સમિતિ, લેઉવા પટેલ યુવક મંડળ, ખોડલધામ મહિલા સમિતિના સંયુકત ઉપક્રમે લોખંડી પૂરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્મરણોથી યાદગીરીરૂપે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું લેઉવા પટેલ ભવન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.

સવારે નવ વાગે સરદાર વલ્લભભાઈ પટેલના તૈલી ચિત્રને ફૂલહાર પહેરાવી ભાવ વંદના કરી ધારાસભ્ય લલીતભાઈ વસોયાના હસ્તે કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે મુખ્યમંત્રી અમૃતમ, મા વાત્સલ્ય યોજનાના કેમ્પનું પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે.

IMG 20181031 WA0010આ તકે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવેલ કે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી જો પ્રેરણા લેવી હોય તો તેના દ્રઢ વિચારો, શાંત છતા આક્રમણ વાણી અને ગમે તેવો ચમ્મરબંધીથી ડરવું નહીં અને છોડવો નહીં અને ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ આવા વિચારોર આપણા જીવનમાં અનુકરણ કરીએ તો જ સરદારને યાદ કર્યા કહેવાય.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય લલીતભાઈ વસોયા, ખોડલધામ સમિતિ ના પ્રમુખ વિઠલભાઈ વોરા, ઉપપ્રમુખ મીનાભાઈ કપુપરા, લેઉવા પટેલ યુવા મંડળના પ્રમુખ ધવલભાઈ સોજીત્રા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ છગનભાઈ સોજીત્રા, મંત્રી રામાણી, મહિલા સમિતિના પ્રમુખ ચંપાબેન ગજેરા તેમજ મુખ્યમંત્રી અમૃતમ, માં વાત્સલ્ય કેમ્પમાં જિલ્લા નોડલ ઓફિસર હરસુખભાઈ સોજીત્રા સહિત બહોળી સંખ્યામાં ભાઈ-બહેનો-યુવાનો ઉપસ્થિત રહી રકતદાન કેમ્પમાં ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.