રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેર પોલીસ અને આવકવેરા કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.૧૮ના રવિવારે રાજકોટ મેરેથોન યોજાનાર છે. જે અંતર્ગત મેયર ડો.જૈમન ઉપાઘ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ આજે રાજકોટવાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, અમે દોડવાના છીએ, તમે પણ તમારી તંદુરસ્તી માટે અને શહેરના વિકાસ માટે દોડજો. વધુમાં તેઓએ અપીલ કરતા જણાવ્યું હતું કે, ૧૮ તારીખે કોઇપણ રાજકોટવાસી ઘેર સૂતો ન રહે અને સવારના પ વાગ્યે રેસકોર્સ મેદાન પર પહોંચી જાય. રાજકોટ મેરેથોન માટે અત્યાર સુધીમાં ૬૦,૦૦૦ થી વધુ રજીસ્ટ્રેશન થયેલ છે. આવતીકાલે તા.૧૪ના રોજ રજીસ્ટ્રેશન માટે અંતિમ દિવસ છે.
અમે દોડીએ છીએ… તમે પણ દોડજો
Previous Articleડ્રાઇવરનો આબાદ બચાવ
Next Article જય ગિરનારી… એસ.ટી.તંત્ર પર ભોલેનાથની કૃપા વરસી