વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારતનો દબદબો અને વૈશ્વિક ધોરણે વધતા જતા પ્રભાવથી અમેરિકા અને ચીન જેવા આર્થિક સધ્ધર દેશુ માટે એક યા બીજી રીતે ભારત સાથેના સંબંધો અને મૈત્રીપૂર્ણ વ્યવહાર અનિવાર્ય બન્યો છે વિશ્વની તમામ આર્થિક મહાસત્તા અને ખાસ કરીને મલ્ટિનેશનલ કંપનીઓ ના વિકાસ અને વ્યવસાયિક સફળતા માટે ભારત સાથે સારા સંબંધો આવશ્યક બન્યા છે બીજા શબ્દોમાં કહીએ તો સમગ્ર વિશ્વને ભારતના સહકાર અને સારા વ્યવહારની જરૂરિયાત પૂરી થઈ છે તેવા સંજોગોમાં કમનસીબી એ ભારત સાથે તેના નિકટવર્તી પડોશીઓ નો સબંધ ક્યારે ય સારા કહી શકાય તેવા નથી રહ્યા , ભારતની સ્વતંત્રતા બાદ અસ્તિત્વમાં આવેલા અને ભારતને ગળથૂથી માં થી જ દુશ્મન માનીને બા લોતી યા થી જ દાજેલો પાકિસ્તાન હંમેશા ભારત સાથેના રાગ દ્વેષ અને પોતાના દેશના વિકાસ અને આર્થિક ઉન્નતિ ના પરિમાણો અંગે ક્યારેય વિચારી શક્યો નથી, અને હંમેશા બસ એક જ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને શરૂઆતથી લઈને આજ સુધી ભારતની પ્રગતિ અને તેના વધતા જતા વિશ્વ પ્રભાવ સામે માત્ર ને માત્ર નકારાત્મક રાજકારણ ખેલવા માટે પાકિસ્તાને પોતાનો સમય વ્યય કર્યો છે .
એવું નથી કે બન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો સુધારવા માટેના પ્રયાસો નથી થયા, પરંતુ આ પ્રયાસો અને મૈત્રીપૂર્ણ માહોલ હંમેશા અલ્પજીવી બની રહ્યા છે પાકિસ્તાન રાજદ્વારી પરિસ્થિતિમાં મોટાભાગે લોકતંત્ર સામાજિક રાજકીય અરાજકતા ના આ સંજોગોમાં ઘેરાયેલું રહ્યું છે કાતો પાકિસ્તાન પર લશ્કરી હુકુમત હોય અથવા તો આંતરિક ગ્રહયુદ્ધની પરિસ્થિતિ માં પાકિસ્તાન હંમેશા અનિશ્ચિત ભવિષ્યમાં રગદોળાઈ રહ્યું છે અને સ્થાનિક રાજકારણ હંમેશાં ભારત વિરોધી માનસિકતા મા થી મુક્ત થયું નથી અને દર વખતે ભારત સામેના સંઘર્ષમાં પાકિસ્તાન મોઢાની ખાવી પડી છે પરંતુ કહેવત મુજબ પાકિસ્તાન” સો જુતે ખાઉંગી ફિર ભી જલવા દેખને જાઉંગી”… ની જેમ ભારત વિરોધી માનસિકતા
છોડી શકતું નથી અને જ્યારે જ્યારે તક મળે ત્યારે ભારતને નુકસાન પહોંચાડવાની પેરવી કરતો જ રહે છે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા શતશ જાણે કે ભારત સામે કાવતરા રચવામાં માટે બનાવવામાં આવી હોય તેમ દાયકાઓ થી ભારત વિરોધી પ્રવૃત્તિઓ મા સમય વિતાવી રહી છે, અત્યારે પણ દેશમાં કિસાનોના આંદોલન ના માહોલમાં ભારતના દેશ વિરોધી તત્ત્વો સક્રિય બની ગયા હોય તેવા માહોલ સામે દેશનું ગુપ્તચર તંત્ર અને ગૃહ વિભાગ શબ્દે થયું છે બંધ દરમિયાન પશ્ચિમ બંગાળમાં કાશ્મીરમાં જેવી રીતે પથ્થરમારા ની ઘટનાઓ થાય છે તેવી જ ઘટનાઓ સામે આવી રહી છે કાશ્મીરમાં જે તત્વો સક્રિય છે તેવા જ લોકો પશ્ચિમ બંગાળમાં સક્રિય થઈ ગયા હોય તેવું લાગે છે ખેડૂત આંદોલન ને નિમિત બનાવીને દેશવિરોધી તત્વો જ્યાં જ્યાં કારી ફાવે ત્યાં અરાજકતા ફેલાઈ તેવા પ્રયત્નોમાં લાગી ગયા છે કૃષિ આંદોલન ભારતની આંતરિક બાબત છે બંને પક્ષો રાષ્ટ્રહિતમાં સંવાદ વાતચીત અને શાંતિપૂર્વક રીતે ઉકેલ લાવવા માટે આગ્રહ રાખી રહ્યા છે પરંતુ કોઈ એવું બાહ્ય અને ત્રાહિત પરિબળ કામ કરી રહ્યું છે કે આ મુદ્દો શાંતિથી ન ઉકેલાય દુશ્મન વિચારધારાના આ કાવતરા ના સ્પષ્ટ સંકેતો મળી ચૂક્યા છે ત્યારે ભારતના ગુપ્તચર અને ખાસ કરીને ગૃહવિભાગે હરામિ તત્વોના આ પ્રયત્નો ક્યારે સફળ ન થાય તે માટે સજાગ રહેવાનો સમય આવી ગયો છે ભારતનું ગુપ્તચર વિભાગ અત્યારે વૈશ્વિક ધોરણે ખુબજ સતર્ક અને પરિણામદાયી કામગીરી માટે જાણીતું બન્યું છે તેવા સંજોગોમાં કિસાન આંદોલન ને હવે દેશની આંતરિક અને ઘરની સમસ્યા તરીકે જોવાના બદલે આ માહોલ નું ગેર લાભ લેવા દેશના દુશ્મનો તકશોધી રહ્યા છે આ સંજોગોને પારખીને આંતરિક સુરક્ષા વ્યવસ્થાા થી લઈને સમગ્ર દેશમાંં ક્યાંય દેશ વિરોધી તત્ત્વોની કારીના ફાવે તે માટે સતર્ક રહેવાનો સમય આવીી ગયો ગણી શકાય