સોમનાથમાં મુર્તિના ઘડવૈયાઓના ડેરા તંબુ…
ગણેશોત્સવ પૂર્વે દુંદાળા દેવની મૂર્તિને આખરી ઓપ
અમે સરકારના નિયમ મુજબ 700 જેટ;લી ગણેશની મૂર્તિઓ બનાવી છે: મૂર્તિકલાકાર ગીરધર મારવાડી
આગામી ગણેશ ચર્તુથીના ઉત્સવોના અનુસંધાને સોમનાથ પ્રભાસપાટણના પાદરમાં તેમજ સોમનાથના વેરવાળ પ્રવેશદ્વાર પાસે દુંધાળા દેવ ગણપતિ બાપાની મૂર્તિઓ બનાવનારા-વેચનારા કારીગરોએ ડેરા તંબુ તાણ્યા છે.માંગરોળના ભાટી પરિવાર અને લખમણ સોલંકી કે જેઓએ સોમનાથના હિરણનદીના રોડ પાસે ઝુંપડી બનાવી છે. તેઓમાના લખમણ સોલંકી કહે છે ‘અમો અહી ચાર મહિનાથક્ષ ધામા નાખ્યા છે. અને આ વર્ષે અમોએ સરકારના નિયમ મુજબની જ મૂર્તિઓ બનાવી છે. હાલ 600થી 700 મૂર્તિઓ બનાવી છે.
અમારી સાથે દેવા ગીરધર મારવાડી, ઈશ્ર્વર અમરા ભાટી સાથી કારીગરો છે. મૂર્તિ બનાવતા પહેલા સફેદ માટીને પાણીથી પલાળીયે પછી તેને બીબામાં એટલે કે મૂર્તિનો એક સરખો આકાર આપતા પ્રતિકૃતિમાં ઢાળીયે અને ઉભી મૂર્તિ 4 ફૂટની બની જાય પછી તેને ટચીંગ આપીયે ત્યારબાદ અસ્તર લગાવીયે પછી તેના ઉપર કલરકામ કરીયે. મૂર્તિ ઉપરના આભુષણો માટે ગોલ્ડન કલ વાપરીયે બાકી કેસરી, તેમજ વિવિધ પાણી કલર વારીયે હાલ ગ્રાહકો મૂર્તિ જોવા તો આવે છે.
પરંતુ ખરીદી તો ગણેશ ચર્તુથીના આગલા દિવસથી જ સારા મૂહૂર્તમાં જ શરૂ થશે.દર વર્ષે અમારી બહાર રાખેલ મૂર્તિઓ ઉપર જોરદાર ચોમાસા વરસાદ પડે એટલે થોડી નુકશાની પણ જાય છે. પરંતુ હવે અમોએ અમારા ઝુંપડા ઉપર તાલપત્રી લગાવી છે. પણ ઉત્સવોનો મુખ્ય આધાર ચોમાસું જ છે. જે આ વર્ષે ઓછું છે.જેને કારણે ઓછી ખરીદી ભીતી છે. કારણ કે સારા ચોમાસા સારી આર્થિક સ્થિતિ ઉત્સવમા માણસ મનમૂકી વર્ષે છે. ખર્ચે પણ છે. સોમનાથ ખાતે આવા ત્રણ અને વેરાવળમાં લગભગ પાંચ ગણપતિ મૂર્તિકારોના તંબુ છે.