કુદરતને ખલેલ પહોંચાડવામાં આપણે કોઈ કસર છોડતા નથી. પૃથ્વી તો ઠીક આપણે અંતરિક્ષને પણ છોડ્યું નથી. અંતરિક્ષમાં પણ અત્યારે આપણે કચરો બેફામ ઠાલવવાનો શરૂ કરી દીધો છે.

જ્યારે પણ અંતરિક્ષ કાટમાળની વાત આવે છે તો ચીનનો ઉલ્લેખ થાય છે. અમેરિકા અને ત્યાંની સ્પેસ એજન્સી નાસા આરોપ લગાવતા રહે છે કે ચીન પોતાના અંતરિક્ષ પ્રોગ્રામ દ્વારા સ્પેસ કચરાને વધારી રહ્યા છે. હકીકતમાં સ્પેસ કચરાના મામલે ચીનથી પણ આગળ અમુક વધુ દેશ છે. નાસા નજીક હાજર ડેટાનો ઉપયોગ કરતા જર્મન ડેટાબેઝ કંપની સ્ટેટિસ્ટાએ તે દેશોની એક યાદી જાહેર કરી છે જે સૌથી વધારે અંતરિક્ષ કચરો પેદા કરવા માટે જવાબદાર છે. આ લિસ્ટમાં સૌથી આગળ રશિયા છે. રશિયાની 7 હજારથી વધારે રોકેટ બોડી કચરા તરીકે સ્પેસમાં ફરી રહી છે.

યાદીમાં બીજા નંબરે અમેરિકા છે. 5,ર16 સ્પેસ કચરાના ટુકડાની સાથે અમેરિકા અંતરિક્ષમાં કાટમાળને વધારી રહ્યા છે. અમેરિકા બાદ લિસ્ટમાં ચીનનો નંબર છે. ત્રીજા નંબરે હાજર ચીને 3,845 કાટમાળના ટુકડાને અંતરિક્ષમાં છોડ્યા છે જે ભવિષ્યમાં સ્પેસ મિશન માટે પડકાર બની શકે છે. જાપાન અને ફ્રાન્સ ક્રમશ ચોથા અને પાંચમા નંબરે છે. આના 5ર0 અને 117 કાટમાળના ટુકડા અંતરિક્ષ કચરાને વધારી રહ્યા છે.

આ યાદીમાં ભારત પણ સામેલ છે. છઠ્ઠી પોઝિશન પર હાજર ભારતે અંતરિક્ષ કાટમાળ તરીકે 114 ટુકડાને ત્યાં છોડ્યા છે. લિસ્ટમાં યુરોપીય અંતરિક્ષ એજન્સી સાતમા નંબરે છે. તેમના મિશનોના 60 ટુકડા અંતરિક્ષમાં કચરાના રૂપમાં તરી રહ્યા છે. યુનાઈટેડ કિંગડમ પણ લિસ્ટમાં સામેલ છે. 8મા નંબરે યુકેએ પણ પોતાના મિશન દરમિયાન 1 કાટમાળના ટુકડાને અંતરિક્ષમાં છોડી દીધુ છે.બહારી અંતરિક્ષમાં કાટમાળ ફેંકવાથી મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. આનાથી ભવિષ્યમાં મિશન લોન્ચ કરતા સમયે કાટમાળ તરીકે હાજર આ ટુકડા આપણાસેટેલાઈટ સાથે અથડાઈને તેમને નુકસાન પહોંચી શકે છે. અંતરિક્ષ કચરો ત્યારે પેદા થાય છે જ્યારે કોઈ અંતરિક્ષ એજન્સીનુ કોઈ મિશન પૂરુ થઈ જાય છે અને એજન્સી તે સેટેલાઈટ કે સ્પેસક્રાફ્ટને આમ જ છોડી દે છે. તે અંતરિક્ષમાં તરતો રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.