ગાયના મહાત્મ્ય વિશે ‘અબતક’ની ડો.કથીરિયા, રમેશભાઇ ઠકકર અને મિત્તલભાઇ ખેતાણી સાથે ખાસ ચર્ચા

ગાયનું આપણે આઘ્યાત્મિક મુલ્ય જ જોયું છે પણ આર્થિક, આયુર્વેદિક, કૃષિ-પર્યાવરણની દ્રષ્ટિએ મહતવ આંકયું નથી. ‘અબતક’ એ આ વિશે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાષ્ટ્રીય કામધેનું આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, શ્રીજી ગૌશાળાના આગેવાન રમેશભાઇ ઠકકર અને કરૂણા ફાઉન્ડેશનના મેમ્બર મિતલભાઇ ખેતાણી સાથે વાર્તાલાપ કરી ગાય માતાનું મુલ્ય અંગેની વાતો વર્ણવી છે.

હવે ગાયના ગોબરથી બ્રાઉન રીવોલ્યુશન આવશે: ડો. કથીરિયા

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો.વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યું કે, નવા નવા ઉજાગર  કરવાનો એક અવસર પ્રાપ્ત થયો છે. અદ્યતન યુગમાં કોરોના કાળ પછી ગૌ-વિજ્ઞાનનું મહત્વ વધારવામાં આવ્યું છે. તથા સમાજ વ્યવસ્થામાં આર્થિક, સામાજીક અને ઘણું બંધુ મહત્વ રહેલું છે. ગાયનું દુધ, ગૌ મૂત્ર, દહીં, ઘી વગેરેનું મહત્વ તમામ રીતે રહેલું છે. જે આજની યુવા પેઢી, મહિલાઓ તથા સમગ્ર માનવ જાતને મહત્વ સમજાવું રહ્યું છે. ગાયને ગમે ત્યાં રખડે છે. તે સારી બાબત નથી પરંતુ એક સોનાના દાગીનાની જેમ તેની સાચવણી કરવી જોઇએ અને તેનું મહત્વએ ઘણું વધારે છે.

આપણા પુરાણમાં સંસ્કૃતિમાં એ ગાયના દૂધનો ઉલ્લેખ છે અને તેના દ્રારા થતી ઔષધિઓ એ ઘરે બેઠા મળે છે. આરોગ્યમાં બુઘ્ધીશાળિ વધુ બનવા માટે તથા સેલને બુસ્ટ અને નવા બનાવવા ઉપયોગી છે શરીરના તમામ અવયવોને ઉપયોગી છે. શરીરમાં ગૌ-મૂત્રનો ખરધ લેવાથી શરીર રી-રોમ્યુનિનેટ થઇ જશે. ગાયના પણા આરોગ્યનું ઘ્યાન રાખવું એ આપણી ફરજ છે તેમ જ જેમ ગાય માતાનું મહતવ સમજે તો ખેડૂતની આવક વધે, પશુ-પાલનમાં વધારો થાય તેમ છીએ. અને ગાયની વસ્તુમાંથી શ્રીજી ગૌશાળામાં ત્રણસો વસ્તુઓ બનાવે છે.

ગોબર એક રૂપિયા કિલો આપે છે. જે 10 થી ર0 ટકા પાણીમાં નવી જમીન થાય છે. અને ગાય માતાનું સ્થાન આપણા હ્રદયમાં આપવું જોઇએ. જેમ હાલના યુગમાં ગ્રીન રિવોલ્યુસન આપ્યું તેમ ગાય માટે બ્રાઉન રિવોલ્યુસન આવવું જોઇએ જે માનવીના જીવનમાં ખુબ મહત્વનું છે. ગાયના ગોબરમાંથી બધી વસ્તુઓ બનાવી શકાય છે. અને આર્થિક વૃઘ્ધિ થાય છે અને આત્મનિર્ભરનું ઉદાહરણ છે.

ગાયના ગોબરમાંથી સાબુ, શેમ્પુ, મહત્વનું ખાતર વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. સ્વસ્થ સમાજના નિર્માણમાં આગળ વધીએ તે ગાયનું મહત્વ સમજાવે છે.

ગાયને આપણે કામધેનું કહીએ છીએ અને ગાય એ એક લાખ બચ્ચામાંથી પોતાના વાછડાને ઓળખી શકે તેવી શકિત ધરાવે છે. અન્ન એવું જીવન એ કહેવા માટે ગાયના ગોબરનું ખાતર એ ખેતીમાં ખુબ મહત્વનું પરીણામ આપે અને ઉપયોગ થઇ શકે છે.

ગાયનું દૂધ એ દૂધ નહીં પણ ઔષધી છે: મિત્તલભાઇ ખેતાણી

કોરોના કાળના દવા તરીકે દૂધનો ઉપયોગ થાય છે પરંતુ ગાયનું ગૌ-મૂત્ર અને ગોબરનું મહત્વ તેનાથી પણ વધુ છે. ગાય માતાનું દૂધમાંથી દહીં અને દહીંમાંથી છાશ અને છાશમાંથી માખણ એ માખણ ખુબ જ ઉપયોગી છે કેમ કે, વિશ્ર્વ જગતનો નાથ કૃષ્ણ ભગવાનએ પણ માખણ ચોરીને ખાતા હતા. તો તેનું ખુબ મહત્વ છે. ગૌ શાળાએ ગાયનું સ્થાન નથી પણ વૃઘ્ધાશ્રમ છે ગાયએ ઘરે ઘરે હોવી જોઇએ.

ગાયનું ઘી નિયમિત લેવાથી સાંધા ઘસાતા નથી: રમેશભાઇ ઠકકર

શ્રીજી ગૌશાળા કે અન્ય ગૌશાળા એ ખરેખર તો માણસો તેમના દર્શને આવે છે તેમાં ગૌ-માતાનું એ મુલ્ય આંકી શકાય તેમ નથી. ગાય વિશ્ર્વની માતા છે અને તે અમુલ્ય હોય છે લોકોને ખુબ જ ઉપયોગી એ ગાયને લગતી તમામ વસ્તુઓ ખુબ જ ઉપયોગી છે છેલ્લા રપ વર્ષથી શ્રીજી ગૌશાળા ચાલુ છે જે આત્મનિર્ભર ભારતનું સૌથી મોટું ઉદાહરણ છે. ગાયનું ઘી એક ચમકી સવારે લઇ અને દુધ પીવાથી ઘુટણ, ઢીંચણ વગેરેના દુખાવા દુર થાય છે. પરંતુ, વિજ્ઞાન દ્વારા જે અનુકરણ કરવામાં આવે છે જર્સી ગાયો ઉપર કરાયું છે. પરંતુ, આપણા દાદા-વડવાઓ ઉપયોગ કરે છે તે રીતનું અનુકરણ કરવું જોઇએ આપણું છાણું જે ધુપ માટેવાપરીએ છીએ જેને કારણે  રોગચાળો થતો નથી. જે સારી વસ્તુ બનાવીએ લોકો ડિમાન્ડ કરતા જ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.