- પન્નુની આંખ અને કાનેથી જોનાર ટુડોએ કેનેડાની હાલત કફોડી કરી
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા વર્ષે સંસદમાં ઊભા રહીને ભારત સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે સંબંધિત હતા. ટ્રુડોએ આ હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. એક વર્ષ પછી, તેણે ફરીથી આ આરોપોનું પુનરાવર્તન કર્યું, પરંતુ બુધવારે તે પોતાનું નિવેદન પાછું ખેંચતા જોવા મળ્યા હતા.
ટુડોએ વિદેશી હસ્તક્ષેપની તપાસ કરી રહેલી સમિતિને જણાવ્યું હતું કે ભારતીય એજન્ટોની સંડોવણી વિશે વિશ્વસનીય ગુપ્ત માહિતી છે, પરંતુ કોઈ સખત પુરાવા નથી. તેણે ભારત સરકારને માત્ર ગુપ્તચર માહિતી આપી હતી, કોઈ નક્કર પુરાવા સોંપ્યા ન હતા. તેમણે કહ્યું કે તેમણે ભારત સરકારને સહયોગની ઓફર કરી હતી, પરંતુ ભારતીય પક્ષે તેમની પાસેથી પુરાવાની માંગ કરી હતી. ટુડોએ કહ્યું કે તે સમયે તેમની પાસે માત્ર ગુપ્ત માહિતી હતી અને કોઈ પુરાવા હતા, તેથી તેમણે ભારત સરકારને આ અંગે સાથે મળીને કામ કરવાનું સૂચન કર્યું હતું.
તેમણે કહ્યું કે દિલ્હીમાં જી-20 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી સાથેની ચર્ચામાં તેમણે ભારતીય એજન્ટોની સંડોવણીની જાણકારી આપી હતી. પરંતુ મોદીએ તેમને કહ્યું કે કેનેડામાં ભારત વિરોધી લોકો છે જેમની ધરપકડ થવી જોઈએ. આ ઘટના બાદ ભારત અને કેનેડાએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધુ વધ્યો જ્યારે કેનેડાએ ભારતીય એજન્ટો પર હિંસા અને હત્યાઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. કેનેડિયન પોલીસ કમિશનરે પણ ભારત પર આ જ આરોપો લગાવ્યા હતા, જેના પછી ભારતે તેના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા અને છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા.
2018 માં, જ્યારે ટ્રુડો ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમને ખાલિસ્તાની આતંકવાદીઓની સૂચિ સોંપી હતી, જેમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું. 2020માં ભારતના ગૃહ મંત્રાલયે નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.
2010માં પટિયાલામાં એક મંદિરની બહાર બોમ્બ વિસ્ફોટના મામલામાં તેમની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.
તેના પર હિંસા ફેલાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા જેવા અનેક આરોપો હતા અને પોલીસ તેને શોધી રહી હતી ભારતે હરદીપ સિંહ નિજ્જરને “નિયુક્ત આતંકવાદી” તરીકે જાહેર કર્યો હતો અને ગઈંઅએ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.