અબતક રાજકોટ
હાલ દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. કોઈ પણ ક્ષેત્રમાં કર્મચારીઓને જાહેર રજા આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજકોટ કોર્પોરેશનના કર્મચારીઓને દિવાળીના તહેવારો પર રજા આપવામાં આવી નથી ત્યારે રાજકોટ મનપાના આરોગ્ય કર્મચારીઓનું ટોળું કોર્પોરેશન ખાતે ધસી ગયું હતું અને રજા આપવા તીવ્ર માંગ કરી છે.
થોડા સમય પહેલા ભારતમાં કોરોનાના કેસો ખૂબ જ વધ્યા હતા ત્યારે લોકોને વેક્સિનનો કવચ પૂરો પડવો અત્યંત આવશ્યક હતો. એ કવચ પૂરું પાડવામાં આરોગ્ય કર્મીઓનો મહત્વનો ફાળો હતો. છેલ્લા દોઢ વર્ષથી તેઓ સતત ફરજ બજાવી રહ્યા છે, ત્યારે દિવાળીના દિવસે ફરજિયાત ૩ દિવસની રજા આપો તેવી માંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
જો દિવાળી સમયે કોઈ પણ કર્મચારીઓને રજા આપવામાં આવશે નહીં તો અમે જાતે જ રજા રાખીશું તેવું કર્મચારી દ્વારા કહેવામા આવ્યું છે. દિવાળી અને નવાવર્ષના દિવસે ફરજિયાત રજા આપવા મનપાના 23 UHCના આરોગ્ય કર્મચારીઓ રાજકોટ કોર્પોરેશનની કચેરીએ એકત્ર થયા હતા.