આજે સમગ્ર વિશ્વમાં ડોકટર ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરની સરકારી હોસ્પિટલમાં કલાસ વન અધિકારી આંખના સર્જન ડો.ખ્યાતિ કેશવાલાને શહેરના નાગરિકો અને દર્દીઓ ખરા હૃદયે યાદ કરે છે. છેલ્લા ૫ વર્ષ થયા સિવિલ હોસ્પિટલમાં આંખના સર્જનની સેવા આપતા ડો.ખ્યાતિ કેશવાલા દરરોજ ૧૦૦ કરતા વધુ આંખના ઓપીડી જોવે છે. પાંચ વર્ષમાં ૫૦ હજારથી વધુ ઓપીડી જોયેલ છે. સાથે સાથે અઠવાડિયામાં ત્રણ દિવસમાં આંખના વિવિધ રોગો મોતિયા, વેલ, જામર સહિતના ઓપરેશન કરશે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ડો.ખ્યાતિ કેશવાલા આંખની સેવા ચાલુ તાં જ ઉપલેટાથી દૂર કુતિયાણા, માણાવદર, વંલી, જામજોધપુર, ભાણવર, ધોરાજી, જામકંડોરણા, કાલાવડ સહિત સાત તાલુકાના ૧૦૦૦ કરતા વધુ ગામડાઓના દર્દીઓએ આંખના રોગોની સારવાર લીધી છે.
આંખના રોગોમાં જામર, મોતિયો, વેલ જેવા જટીલ અને આંખના સ્પષ્ટતા ગંભીર રોગો માટે દર્દીઓ તે જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, જામનગર જેવા મોટા શહેરોમાં ખાનગી ડોકટરોની ખર્ચાળ સેવા લેવી પડતી. આને કારણે ગરીબ દર્દીઓ સેવાથી વંચિત રહી જતાં હતા. આને કારણે અનેક લોકોએ આંખ પણ ગુમાવી દીધેલી તેવા દાખલાઓ પણ છે. પણ જે તે તાત્કાલીક ધારાસભ્ય પ્રવિણભાઈ કાકડિયા સમક્ષ શહેર પ્રબુધ નાગરિકોએ આંખના રોગો, ઓર્થોપેડિક ડોકટરોની સેવા શહેરીજનોને મળે તે માટે રજૂઆતો કરતા તાત્કાલીક ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયાએ તાત્કાલીક કલાસ વન અધિકારી આંખના સર્જનની સિવિલમાં ઓડર કરાવતા આજે પાંચ વર્ષના લાંબા ગાળા બાદ પણ શહેરીજનો આંખના સર્જનની સેવા વિનામુલ્યે મળી રહી છે. ત્યારે આજે ડોકટર ડે નિમિત્તે ખરા ર્અમાં ડો.ખ્યાતિ કેશવાલા માટે દરરોજ ડોકટર ડે છે તેમ કહેવાય છે. ડો.ખ્યાતિ કેશવાલાના પતિ ડો.કાનાભાઈ ગરેજા પણ જાણીતા ડોકટર છે. ડો.ખ્યાતિ કેશવાલાના જીવનમંત્ર માનવ સેવા એ જ પ્રભુ સેવા છે ત્યારે શહેરીજનો માટે તો ખ્યાતિ કેશવાલા ખરા ર્અમાં ભગવાનનું બિજુ સ્વરૂપ જ છે.