ભારતીય ટીમ મક્કમ નિર્ધાર સાથે માનસિક રીતે સજ્જ બની મેદાને ઉતરશે
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટમેન વિરેન્દ્ર સેહવાગે જણાવ્યું કે તેઓએ 2011 નો વિશ્વકપ તેંડુલકરને ભેટ આપ્યો હતો ત્યારે હવે વિરાટને આપવાનો સમય પાક્યો છે. કેપ્ટન કુલ ધોનીની આગેવાનીમાં વર્ષ 2011માં વિશ્વ કપ જીતવામાં આવ્યો હતો. બીજી સૌથી મોટી વાત તો એ છે કે 1983 ના વિશ્વ કપ જીત્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની એક અલગ છબી ઉભી થઈ હતી અને વિશ્વ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટમાં એક જીતની આશા ની સાથે યુટર્ન પણ જોવા મળ્યો હતો.
1987થી સચિન તેંડુલકરે રમવાની શરૂઆત કરી હતી અને તે છેલ્લે 2011 સુધી ભારતીય ટીમ સાથે જોડાયેલો હતો. એ વાત સાચી છે કે 1987 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન યુગની શરૂઆત થઈ હતી અને ભારતીય ટીમને એક અલગ શિખર ઉપર બેસાડયુ હતું. ત્યારે મહેન્દ્રસિંહ ધોની ની આગેવાની હેઠળની ટીમે સચિન તેંડુલકરને વિશ્વ કપ જીતી ભેટ આપવાનો નિર્ધાર કર્યો હતો અને મક્કમ મનોબળ સાથે ભારતીય ટીમ માનસિક રીતે સજ્જ પણ થઈ હતી.
વર્ષ 2011માં ભારતે જે વિશ્વ કપ જીત્યો તેમાં ત્રણ કેપ્ટન નિયુક્ત કર્યા હતા જેમાં બેટિંગ માટે બોલિંગ માટે અને ફિલ્ડિંગ માટે આ ત્રણે ત્રણ માળખે ભારતીય ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિશ્વ કપ જીતાયો હતો. વર્ષ 2011 બાદ વિરાટ કોહલી નું પડદા પણ થતા ભારતીય ક્રિકેટ અનેક સફળતાના શિખરો સર કર્યા હતા ત્યારે હવે એ સમય આવી ગયો છે કે, 2023નો વિશ્વ કપ જીતી વિરાટ કોહલીને ભેટ આપવામાં આવે.
આજનાં 40 વર્ષ પહેલા 1983માં ઇંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારતીય ટીમે જીતી લીધી હતી. આ જીતથી પહેલા ભારતીય ટીમને નબળી ટીમ ગણવામાં આવતી હતી. પરંતુ આ એક જીતની સાથે જ ભારતીય ટીમે વિશ્વ ક્રિકેટમાં ઘણા બધા મોટા ઉલટફેર કરી દીધા હતા. સાથે ક્રિકેટમાં ભારતની સુપર પાવર બનવાની શરૂઆત થઇ હતી. યુવાનોમાં ક્રિકેટને લઇને ક્રેઝ ગણો ઝડપથી વધ્યો હતો. આજે આ ક્રેઝ 100 ગણો વધ્યો છે.
જેન્ટલમેન ગેમ : હા પાડે તો હાથ કપાઈ, ના પાડે તો નાક કપાઈ જેવો પાક ક્રિકેટનો ઘાટ
તો પાકિસ્તાન સરકાર ભારતમાં વિશ્વ કપ રમવા મંજૂરી આપશે ?
આઈસીસી દ્વારા ક્રિકેટ વિશ્વકપ 2023ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે ત્યારે જેન્ટલમેન ગેમ ક્રિકેટ માં અવરોધ ઊભા કરવામાં પાકિસ્તાન બાજ આવતું નથી. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ એ વાતની જાણ કરી છે કે જ્યાં સુધી સરકાર પાસેથી જવાબ નહીં મળે ત્યાં સુધી એ વાતની કોઈ સ્પષ્ટતા નથી કે પાકિસ્તાન વિશ્વ કપ રમવા ભારત આવે. ત્યારે આ વાતને ધ્યાને લઈ એ જાણવું જરૂરી છે કે જો પાકિસ્તાન વિશ્વ કપ રમવા ભારત ન આવે તો શું થાય ત્યારે આ કિસ્સામાં પાકિસ્તાને દંડની રકમની ભરપાઈ કરવી પડે છે. જે હાલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે ચાલે તેવું નથી કારણ કે અત્યારના પાકિસ્તાન આર્થિક સંકટ નો સામનો કરી રહ્યું છે.
આઈસીસી ની પ્રભુત્વ જોવા મળી રહ્યું છે અને તેના ભાગરૂપે એશિયા કપ માટે કોમન વેન્યુ નિર્ધારિત કરવામાં આવ્યા છે અને એ વાત પણ સાચી છે કે દરેક ક્રિકેટ બોર્ડ આઈસીસીના નેજા હેઠળ જ આવે છે ત્યારે હાલ આઇસીસી ઉપર ભારતનો હાથ ઉપર છે. બીજી તરફ વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલની જાહેરાત પછી તરત જ પીસીબીએ સ્પષ્ટ કર્યું છે કે મેગા ઇવેન્ટમાં પાકિસ્તાનની ભાગીદારી સરકારની મંજૂરીને આધીન છે. પીસીબીના અધિકારીએ કહ્યું હતું કે વર્લ્ડ કપમાં અમારી ભાગીદારી અને ક્વોલિફાય થયા પછી 15 ઓક્ટોબરે અમદાવાદ અથવા મુંબઈમાં અમારું રમવું સંપૂર્ણપણે સરકારની મંજૂરી પર નિર્ભર રહેશે.
બીજી તરફ પાકિસ્તાન એ આઈસીસીને માંગણી કરી હતી કે તેમનો અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેનો જે મેચ જે મેદાન ઉપર આપવામાં આવ્યો છે તે વેન્યુને બદલી દેવામાં આવે કારણ કે ઓસ્ટ્રેલિયા માટે આઈસીસી બોર્ડે બેંગ્લોર નિર્ધારિત કર્યું હતું જ્યારે અફઘાનિસ્તાન માટે ચેન્નઈ નિર્ધારિત કર્યું હતું. પાકિસ્તાને માંગણી કરી હતી કે અફઘાનિસ્તાન સામેનો મેચ ચેન્નઈના બદલે બેંગલોર કરી દેવામાં આવે જ્યારે ઓસ્ટ્રેલિયાનો મેચ બેંગ્લોરના બદલે ચેન્નઈ કરી દેવામાં આવે કારણ કે ચેન્નઈ સ્પિનરો માટેની વિકેટ છે ત્યારે ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન નો મેચ રસપ્રદ બને તે હેતુસર આ માંગણી કરવામાં આવી હતી પરંતુ તેમની આ માંગને બોર્ડ દ્વારા નકારી કાઢવામાં આવી છે.