ડાયાબીટીસ માટે ગળો અને આમળા ફાયદાકારક
દેશી જીવન પર પાછા વળીએ અને સારૂ સ્વાસ્થ્ય મેળવીએ
શરદીમાં તુલસી, કાકડામાં હળદર, ઝાડામાં છાસ-જીરૂ, ધાધરમાં કુવાડીયો, હરસ-મસામાં સુરણ, દાંતમાં મીઠુ, કૃમિમાં વાવડીંગ, ચામડીમાં લીંબડો, ગાંઠમાં કાચનાર, સફેદ ડાઘમાં બાવચી, ખીલમાં શિમલા કાંટા, લાગવા કે ઘામાં ઘા બાજરીયુ, દુબળાપણામાં અશ્ર્વગંધા, નબળા પાચનમાં આદુ, અનિંદ્રામાં ગંઠોડા, ગેસમાં હીંગ, અરૂચીમાં લીંબુ, એસીડીટીમાં આંબળા, અલ્સરમાં શતાવરી, અળાઈમાં ગોટલી, પેટના દુ:ખાવામાં કાંકચીયો, ઉધરસમાં જેઠીમધ, પાચન વધારવા ફુદીનો, સ્ત્રીરોગમાં એલોવીરા અને જાસુદ, શરદી ખાંસીમાં અરડુસી, શ્ર્વાસ ખાંસીમાં ભોંરીંગણી, યાદશકિત વધારવા બ્રાહ્મણી, મોટાપો, ઘટાડવા જવ, કિડની સફાઈ કરવા વરીયાળી, તાવ દમમાં ગલકા, વામાનગોળ, સોજા કે મુત્રરોગમાં સાટોડી કબજીયાત, અને ચર્ગરોગમાં ગરમાળો, હૃદયરોગમાં દુધી, વાળનું સૌદર્ય વધારવા જાસુદ, દાંત અને ચામડી માટે કરંજ, મગજ અને વાય માટે વજ, તાવ અને અરૂચી માટે નારંગમોથ, શરીર પુષ્ટિ માટે અળદ, સાંધા વાયુ માટે લસણ, આંખ અને આમ માટે ગુલાબ, વાળ વૃધ્ધિ માટે ભાંગરો, અનિંદ્રા માટે જાયફળ, લોહી સુધારવા હળદર, ગરમી ઘટાડવા જીરૂ, ત્રિદોશ માટે મુળાપાન, પથરી માટે લીંબોડી અને પાન ફૂટી, કફ અને દમ માટે લીંડી પીપર, હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા, કંપવા માટે કૌચાબી, આધાશીશી માટે શિરોષબી, ખરાબ સ્વપ્ન માટે ખેર, ફેકચર માટે બાવળ પડીયા, માથાના દુ:ખાવા માટે સહદેવી, આંખ કાન માટે ડોડી ખરખોડી, ડાયાબીટીસ માટે ગળો અને આમળાનો ઉપયોગ કરવાથી રાહત થાય આપણા પૂર્વજો આ બધુ વાપરતા હતા દેશી જીવન પર પાછા વળીએ અને શરૂ સ્વાસ્થ્ય મેળવીએ.