પાર્થનાનો સંબંધ મન સાથે જોડાયેલો છે. તે અંતર મનનો અંતર્યામી સાથે જોડતો સંવાદ છે. શાળા પ્રારંભે સમુહમાં ગવાતી પ્રાર્થના એક સંવાદિતા જોવા મળતી હતી. બધા જ બાળકોને સાત દિવસની સાતેય પ્રાર્થના મોઢે આવડતી, શનિવારની બાલ સભામાં તો બાળકો ખલી ઉઠતા
પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આદીકાળથી આપણે સૌ સવાર-સાંજ આપણા ઘરમાં કે નજીકના મંદિરે કરતા આવ્યા છીએ. નાના ગામડામાં પાદરમાં મંદિરે સવાર-સાંજ થતી પ્રાર્થના, આરતી તન-મનમાં ઉત્સાહ ભરી દે છે. આતરી ટાણે વાગતી ઝાલરના લય બઘ્ધ ઝણકારને કારણે આપણે એ સમયને ઝાલર ટાળું કહીએ છીએ આજે નાતાલનો દિવસ છે. ભગવાન ઇસુ પાસે કરેલી ભૂલોનો એકરાર ખુલ્લા દિવસે કરીએ અને બીજાનું ભલુ કરીએ કે ઇચ્છીએ એજ નાતાલની સાચી પ્રાર્થના હોય શકે,
શાળામાં સદીઓથી પ્રારંભે સુંદર સ્વરમાં સૌ બાળકો પ્રાર્થના કરી ને સરસ્વતી દેવીની અર્ચના, આરાધના કરે છે. તમામ શાળા સ્ટાફ મોટા ફળીયા કે હોલમાં બાળકો સાથે જ નીચે બેસીને લય બઘ્ધ પ્રાર્થના ગાતા હોય ત્યારે રસ્તે નિકળતા માનવી પણ ઇશ્ર્વરને યાદ કરવા લાગતો હતો. શાળા દુનિયામાં એક જ સ્થળ હશે કે જયાં વિદ્યા વર્ગ પ્રારંભે ઇશ્ર્વરની વંદના થતા હોય, બાકી સરકારી ઓફીસમાં પ્રારંભે કયારેય થતી નથી. ત્યાં ફાઇલો હોય તે શાળામાં જીવતી ફાઇલો હોય ફરક માત્ર એટલો જ
સાવ ટબુકડુ બાળક કે જેને હજી લખતા કે વાંચતા આવડતું તે પણ પ્રાર્થના નો મોઢે જ ગાય છે. સ્થિરતા, એક્રાગતા, લયબઘ્ધતા શિસ્ત વિગેરે તમામ ગુણો શાળાની પ્રાર્થનામાં જોવા મળે છે. આજે તો શાળામાં પણ નાનકડી જગ્યા હોવાથી સૌ પોતાના વર્ગોમાં માઇક ઉપર વાગતી પ્રાર્થન ગાતા જોવા મળે છે. સમુહ પ્રાર્થનાનો અનેરો આનંદ હોય છે. ખરા હ્રદયથી થતું તમામ કાર્ય શ્રેષ્ઠતમ હોય છે. તેથી જ બચપણની આપણી શાળાની પ્રાર્થના આજે પણ યાદ આવે છે ને જયારે મોકો મળે ત્યારે ગાઇએ પણ છીએ.
સોમથી શનિવાર સુધીની સાતેય દિવસની અલગ અલગ પ્રાર્થનાને શનિવારેે તો તેની સાથે બાલ સભા યોજાય જેમાં બાળકો ગીતો-વાર્તા પ્રેરક પ્રસંગો, નાટકો, અભિનય ગીતો, બાળગીતો રજુ કરતા ત્યારે તો બધા ને આનંદોત્સવ થઇ જતો, મોટા સાહેબના ભાષણમાં બહુ જાણવા મળતું ને અલગ મલકની વાતો સાંભળવવા મળતી હતી.
મૈત્રી ભાવનું પ્રવિણ ઝરણું મુજ હૈયામાં વસ્યા કરે,
શુભ યાઓ આ સફળ વિશ્ર્વનું એવી ભાવના નિત્ય રહે
આવા સુંદર શબ્દો સાથે શાળા જીવનમાં જ વેલ્યુબેઝ એજયુકેશન પ્રાર્થનામાં જ બાળકોને મળી જતું, સમુહ સ્વરનો નાદ ઇશ્ર્વરીવંદના સાથે ભાતીને ધરતી પર સ્વર્ગ ખડું થાય તેવું વાતાવરણ નિર્માણએ સમયે થઇ જતું.
નાનકડા, નિર્દોષ વિદ્યાર્થીની સમુહમાં હાર્મનીમાં અંતરનો પોકાર જોવા મળતો હતો. છાત્રોની તમામ નરસી વાત ઓગળીને તે ઇશ્ર્વરને શરણે જાય તે જ સાચી પ્રાર્થના શાળાની પ્રાર્થનામાં બાળકોનો મનનો ભાવ સાથે શ્રઘ્ધા જોડાતા કઠિન કાર્યો પણ સરળ બની જતાં જાુના જમાનાની શાળા પ્રાર્થનામાં કોઇ નીતિ, નિયમો ન હતા, તેથી જ તે સાચી અર્ચના, આરાધના હતા. મહાત્મા ગાંધીજીએ પણ પ્રાર્થનાને વિશેષ મહત્વ આપ્યું છે. ઇશ્ર્વર પ્રત્યેની અખુટ શ્રઘ્ધા સાથે લીન થઇ જવાની ઘટના એટલે પ્રાર્થના
“ઓ ઇશ્ર્વર ભજીએ તને, મોટું છે તું જ નામ,
ગુણતારા નિત ગાઇએ, થાય અમારા કામ,
આવી તો અનેક પ્રાર્થના આજે પાંચ કે છ દાયકા બાદ હજી યાદ છે, તેનું કારણ એક માત્ર ત્યારની એકાગ્રતા, બાળકો પ્રાર્થના ગાતા હોય ત્યારે પરમાત્માના પરમાત્માના પરમ તત્વનો સાક્ષાત્કાર થતો જોવા મળતો હતો. આયુર્વેદના ચરક સંહિતા જેવા ગ્રંથોમાં પણ પ્રાર્થનાને શરીરના આરોગ્ય માટે જડીબુટ્ટી કહ્યું છે, લગભગ બધા ધર્મોમાં પ્રાર્થના-ભજનો છે જે તેનો પુરાવો છે. દુનિયામાં કોઇ ધર્મ એવો નથી કે જયાંની કોઇની કોઇ પ્રાર્થના ન થતી હોય.
પ્રાર્થનાનો સામાન્ય અર્થ ભકિતભાવ પૂર્વક કરેલું ઇશ્ર્વરનું સ્મરણ આપણાં દેશમાં પ્રાર્થનાનું જેટલું વૈવિઘ્ય છે તેટલું દુનિયાના કોઇપણ દેશોમાં નથી. સવારે જાગતાની સાથે જ ‘કરાગ્રે વસ્તે લક્ષ્મી’ થી આપણી પ્રાર્થના શરૂ થઇ જાય છે. વિતેલા વર્ષોના શિક્ષણના બાળકોના પુસ્તકોમાં પણ ભગવાનના ફોટા કે ‘વિદ્યા’ના પર્ણો જોવા મળતા, કયારેક તો મોર પિંછં પણ રાખતા, એ દિવસો યાદ આવે ને આપણે સૌ ફરસ બાળક બની જવા થનગની ઉઠીએ છીએ.
* હે શાર દે ર્મૉ…..
* રામ રાખે તેમ રહીએ….
મંદિર તારૂ વિશ્ર્વ રૂપાણુ… આના જેવી ઘણી પ્રાર્થનાઓના શબ્દો વાંચતા આપણે ભૂતકાળમાં ખોવાયને તમામ ભાઇબંધો, સાહેબો સાથે શાળાની તમામ દિવાસોને યાદ કરવા લાગીએ છીએ, શાળાની પ્રાર્થનાઓ સાથે એક અનોખી લાગણીનો સેતું સદાય જોડાયેલો જ રહેશે. સૌથી શ્રેષ્ઠ બાબત તો એ હતી કે બધી જ પ્રાર્થનાઓ આપણને ગમતી હતી. કદાચ એ ગાળાની સાચા દિલથી કરેલી પ્રાર્થનાને કારણે જ બધુઁ જ આવડી જતું હતું. તે ભણતર સાથે ગણતર લઇને આજે આપણે સુખી છીએ.
“મંદિર તારૂ વિશ્વ રૂપાળુ સુંદર સર્જના હારા રે અને
“સત્ય, અહિંસા ચોરી ન કરવી જેવી પ્રાર્થના આપણને સદૈવ યાદ રહેશે…. કોઇ લૌટા દે, મેરે બીતે હુએ દિન….
સાચા હ્રદય ભાવથી ગવાતી શાળાની પ્રાર્થના આજે પણ યાદ છે…
* યા કુન્દે ન્દુ તૂ સાર હાર ઘવલા….
* મંદિર તારૂ વિશ્ર્વ રૂપાળું સુંદર સર્જન હારા રે…..
* એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી
* ઓમ તત સત શ્રી નારાયણ નું…
* મંગલ મંદિર ખોલો દયામય….
* મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું…..
* વૈષ્ણવજન તો તેને રે કહીએ…..
* જીવન અંજલિ થાજો મારૂ જીવન અંજલિ…..
* નૈયા ઝુકાવી મેં તો જો જે ડુબી જાય ના….
* અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા…..
* અમે તો તારા નાના બાળ, અમારી તુ લેજે સંભાળ….
* સત્ય અહિંસા ચોરી ન કરવી…
* તુમ હી હો માતા પિતા તુમી હો….
* હૈ કરૂણાના કરનારા તારી કરૂણાનો કાંઇ પાર નથી….
* સરસ્વતી માતા નમીએ નમીએ….