સરહદે આવેલા ગામના લોકોના અપૂર્વ સાથથી જવાનોનું મનોબળ મજબૂત બન્યું: રાશન સામાન જરૂરી વસ્તુઓ ખંભા પર ઉચકી દુર્ગમ પહાડ ચઢી ઉપર ચઢાવ્યો: મજૂરી લેવાનો ઈન્કાર
એક તરફ ચીન એલઓસી પર પેંગોંગ વિસ્તારમાં ઘુસણખોરી કરવાની કોશિષ કરે છે પણ ભારતીય જવાનોએ આ કોશિષને નિષ્ફળ બનાવી છે આ કામમાં એલઓસી નજીકના વિસ્તારમાં રહેતા લોકોએ આપેલો અભૂતપૂર્વ સહકાર ભારતીય સેનાનું મનોબળ મજબૂત બનાવી રહ્યો છે એલઓસી નજીકના દુર્ગમ પહાડી વિસ્તારોમાં રહેનારાઓએ જણાવ્યું હતું કે અમારા ગામ ઉપર ચીન કબ્જો કરે એ અમને મંજૂર નથી. દુર્ગમ અને એક એક પહાડી વિસ્તારના જાણકાર ગામ લોકોએ સામાન, રાશન અને જરૂરી ચીજવસ્તુઓ પોતાના ખભા પર ઉઠાવીને સેના માટે એ ઉંચા ઉંચા પહાડો પર પહોંચાડી દીધી છે આ લોકોએ સેનાની મદદ માટે કોઈ મજૂરી લેવાનો પણ ઈન્કાર કરી દીધો હતો આ લોકોએ ભારતીય સેનાના જવાનોને કહ્યું હતું કે ચીન સામે તમારા તરફથી જે પણ પગલા લેવાશે તેમાં અમારો પૂરોે સહયોગ હશે અને તમારી સાથે જ છીએ અને ખભે ખભા મિલાવી કામ કરીશું.
હકીકતમાં ચીનની ઘુસણખોરીથી જેટલું દેશને નુકસાન થઈ રહ્યું છે તેનાથી વિશેષ નુકસાન દશકોથી રહેતા લોકોને થઈ રહ્યું છે. ગામ લોકો કહે છે કે જે પહાડો પર અમારા પૂર્વજો વર્ષોથી ઢોર ચરાવતા હતા તે વિસ્તારો અમે ચીનના કબજામાં આવે એ અમને જરા પણ મંજૂર નથી આમ સામાન્ય લોકો તરફથી આવો અપૂર્વ સહયોગ મળતા સેનાના જવાનોનું મનોબળ પણ મજબૂત થયું છે.