કોરોનાની રસી ક્યારે આવશે એ વૈજ્ઞાનિકો જ કહી શકે
આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાનનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું હતું કે, કોરોનાની રસી ક્યારે આવશે ? એ આપણે નક્કી કરી શકીયે નહીં એ તો વૈજ્ઞાનિકો જ કહી શકે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, કેટલાક લોકો કોરોનાની રસી અંગે રાજકારણ રમી રહ્યાં છે પણ આપણે એમને રાજકારણ રમતા રોકી શકીએ નહીં. વડાપ્રધાન આજે બપોરે આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની કોરોના રોગચાળા અંગેની વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી રસી નથી ત્યાં સુધી આપણે સાવચેતી રાખવી જ રહી.
બેઠકમાં સામેલ થયેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે, રાજ્યમાં હવે ૧૦૦ ટકા આરટીપીસીઆર ટેસ્ટ થઈ રહ્યો છે અને અત્યારે પણ રાત્રી કફર્યુ, માસ્ક પહેરવાના અને સામાજીક અંતર જાળવવા જેવા નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે.
આ બેઠકમાં પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જીએસટીની બાકી રકમનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્ર સરકાર રાજ્યોની જીએસટીની બાકી રકમ તાત્કાલીક છૂટી કરે તેવી માગણી કરી હતી. આ બેઠકમાં પંજબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંઘ સામેલ થયા ન હતા. વડાપ્રધાન સાથેની આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ટાસ્ક ફોર્સ રચવાની માહિતી આપી હતી. આ ટાસ્ક ફોર્સ રાજ્યમાં કોવિડ રસીના વિતરણ અંગે કામ કરી રહ્યું છે. રસી અંગે સીરમ ઈન્સ્ટીટયુટના અનાર પુનાવાલા સાથે વાતચીત થઈ રહી હોવાની પણ વાત કરી હતી. આ બેઠકની શઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંબોધન સાથે શ થઈ હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, યુરોપ-અમેરિકામાં પણ ફરી કોરોનાના કેસ વધી રહ્યાં છે એટલે આપણે પણ સાવચેત રહેવું પડશે. ગૃહમંત્રી અમીત શાહે રાજ્યોને સામાજીક અંતર જાળવવા અને માસ્કને ફરજીયાત કરવા અને તેનો કડક અમલ કરાવવા પણ અપીલ કરી હતી. અમિત શાહના પ્રવચન બાદ સ્વાસ્થ્ય સચિવે આગામી દિવસોની જાણકારી આપતા જણાવ્યું કે, દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વિશેષ સાવધાની રાખવી પડશે.
કોરોના સામેની લડાઇ ઢીલી પડવા દેશો નહીં: વડાપ્રધાન
વડાપ્રધાનને બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણા પાસે કોરોનાનો જે અનુભવ છે તે વિશ્ર્વના કોઇ દેશ પાસે નથી કોરોના સામે લડાઇ ઢીલ પડવા દેશો નહીં. કોરોનાની રસી એ અમારી પ્રાથમિકતા છે તમામ પરીક્ષણોમાં શ્રેષ્ઠ પુરવાર થયેલી રસી જ દેશમાં આપવામાં આવશે. કોરોનાનેો ડોઝ કેટલો અપાશે એ નકકી નથી પણ રસી આવ્યા બાદ જ નકકી થશે તેમ પણ વડાપ્રધાનએ જણાવ્યું હતું.