કર્ણાટકનાં મહિલા આઈપીએસ અધિકારી રૂપા મોડગીલ અને ટાટા મોટર્સનાં ચીફ ઓપરેશન્સ ઓફિસર ડો.અમિત ભિંગુરડે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને ઈનોવેશન ક્ષેત્રનાં અનુભવોનું ભાથુ પીરસયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી ગુજરાત ઈનોવેશન સોસાયટી નામની સંસ્થા કે જે અમદાવાદમાં કાર્યરત છે. આ સંસ્થા ઉધોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે અને આ પ્રોત્સાહન આપવાની ગતિને વધુ વેગ આપવા અનેક લોકો સુધી પહોંચવા આઈ ટોક નામની પ્રવચનની શૃંખલા ચલાવે છે જેનો પ્રારંભ સંસ્થાનાં ચેરમેન સુનિલ શાહ દ્વારા કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજરોજ ગુજરાત ઈનોવેશન સોસાયટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એસએસઆઈપી સેલનાં સંયુકત ઉપક્રમે આઈ ટોક નામનાં પ્રવચનનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એનએફડીડી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે કર્ણાટકનાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી અને ટાટા મોટર્સનાં ચીફ ઓપરેટીંગ ઓફિસર અમિત ભિંગુરડેએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને ઈનોવેશન ક્ષેત્રનાં અનુભવોનું ભાથુ પીરસયું હતું.
કર્ણાટકનાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી ડો.રૂપા મોડગીલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં હું બીજી વખત આવી છું. પહેલીવાર ૧૯૯૧માં હું રાજકોટ વિઝીટ માટે આવી હતી અને આજે ખાસ તો નવી ઈનોવેશન પ્રવૃતિ કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન આપવા માટે આવી છું. હાલમાં ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવું છું. મેં સુપ્રતિષ્ઠિત પોલીસ મેડલ ફોર મેરીટોરીયર્સ સર્વિસ એવોર્ડ પણ મેળવેલો છે. વિદ્યાર્થીઓએ ઈનોવેટીવ વસ્તુ કઈ રીતે કરવી તે માટેનું માર્ગદર્શન આજરોજ આપ્યું હતું.
ટાટા મોટર્સનાં ચીફ ઓપરેશન્સ ઓફિસર ડો.અમિત ભિંગુરર્ડેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટાટા કંપનીનાં તમામ વિશિષ્ટ કાર્યક્રમોનાં પ્રારંભિક વિચારથી તેમનાં અમલીકરણ માટેની તમામ જરૂરીયાતવાળી ઔધોગિક સંરચના ઓટોમેશન અને ઉત્પાદકિય સવલતોની સાથે જરૂરી રોબોટીકસ સંરચના કંપનીનાં ઓટો મોબાઈલ, જનરલ ઈન્ડસ્ટ્રીઝ અને એરોસ્પેસ ડિવીઝન માટે વિશિષ્ટ ઉત્પાદકીય પ્રતિષ્ઠાપિત કરવાનાં કાર્યમાં દેશ-વિદેશમાં અનેક એવોર્ડ મેળવેલા છે. દેશમાં ઈનોવેટીવ પ્રવૃતિ થકી જ આપણે અન્ય દેશોને ટકકર આપી શકશું. ટાટા કંપની સાથે છેલ્લાં ઘણા વર્ષોથી હું જોડાયેલો છું અને ટાટા કંપનીએ એક રોબોટ તૈયાર કર્યો છે તે રોબોટનું કેટલું મહત્વ છે અને તે દેશને કઈ રીતે પ્રગતિ પર પહોંચાડશે તે માટેનું માર્ગદર્શન આજે વિદ્યાર્થીઓને આપ્યું હતું. તેમજ કોઈપણ પ્રવૃતિમાં ઈનોવેશન કઈ રીતનાં કરવું તે માટે આજે વિદ્યાર્થીઓને ભાથુ પીરસયું હતું. રાજકોટ આવીને મને ખુબ જ આનંદ થયો છે. આજે ખાસ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અને ગુજરાત ઈનોવેશન સોસાયટીનાં ચેરમેન સુનિલભાઈ શાહનો હું ખુબ જ આભારી છું.
ગુજરાત ઈનોવેશન સોસાયટીનાં ચેરમેન સુનિલભાઈ શાહે જણાવ્યું હતું કે, ઈનોવેશન અને તેનાં વિશેની સમજ ઉભી કરવાનાં મુખ્ય ઉદેશ્ય સાથે આ ઈનોવેશન પ્રવચન શૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૃંખલાનો લાભ તમામ વિદ્યાર્થી જગતની સાથે ઔધોગિક એકમો તેમજ એમએસએમઈનાં મિત્રો તેમજ સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા લોકોએ આનો લાભ લીધો હતો.