દિનપ્રતિદિન ગીતાજ્ઞાન ઉત્સવમાં અમૃત વાણીનો બહોળી સંખ્યામાં લાભ લેતા શહેરીજનો

શહેરનાં નાનામવા સર્કલ ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે બ્રહ્માકુમારીઝ રાજકોટ દ્વારા ગીતાજ્ઞાન ઉત્સવનું આયોજન થયું છે. જેમાં રાજયોગીની પૂ. ઉષાદીદીએ ગીતા જ્ઞાનની અમૃતવાણી પીરસી હતી અને શ્રી મદ્ ભાગવત જ્ઞાન અંતર્ગત વિવિધ અધ્યાયોની વાત કરી હતી જેનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ લાભ લીધો હતો.

શ્રી મદ્ ભગવત ગીતામાં પ્રથમ અધ્યાયમાં અજુનનો વિષાદનો ઉલ્લેખ કરાયો છે. બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ આત્માના યર્થાથનું જ્ઞાન આપ્યું છે. સ્વધર્મનો પરીચય કરાવ્યો છે. સ્વર્ધમના આધાર પર કર્મ કરવાની પ્રેરણા બતાવી હતી. સાથોસાથ સ્થિર બુધ્ધીની વિશેષતા બતાવી હતી. ભગવાન અર્જુનને કર્મયોગની વ્યાખ્યા સંભળાવે છે. જયારે ત્રીજા અધ્યાયમાં પ્રથમ શ્ર્લોકથી લઈને આઠમાં શ્ર્લોક સુધી જ્ઞાન યોગ અને કર્મ યોગની આવશ્યકતા બતાવવામાં આવી છે. નવમાં શ્ર્લોકથી લઈને સોળમાં શ્ર્લોક સુધી યજ્ઞ અને કર્મોની આવશ્યકતા બતાવવામાં આવી છે. ૧૭માં શ્ર્લોકથી લઈને ૨૪માં શ્ર્લોક સુધી જ્ઞાનવાન તેમજ પરમાત્મા માટે લોક સંગ્રાહક કર્મોની આવશ્યકતા બતાવવામાં આવી છે. ૨૫માં શ્ર્લોકથી લઈને ૩૫માં શ્ર્લોક સુધી અજ્ઞાની, તેમજ જ્ઞાનવાનના લક્ષણો તેમજ રાગદ્વેશથી રહિત થઈને કર્મ કરવાની પ્રેરણા આપવામા આવી છે. ૩૬માં શ્ર્લોકથી ૪૩માં શ્ર્લોક સુધી કામના નિવેશના વિષય પર વાત કરવામાં આવી છે. જ્ઞાન યોગ શ્રેષ્ઠ છે કે કર્મયોગ શ્રેષ્ઠ છે તે આપણા બધાના મનમાં આવા સવાલો આવે છે. ભગવાને કહ્યું છે કે જ્ઞાનીઓ માટે જ્ઞાન માર્ગ તેમજ યોગીઓ માટે નિષ્કામ કર્મ માર્ગ યોગ્ય છે. પરંતુ બંને માર્ગોમાં કર્મ તો કરવો જ પડે છે.

10 4

જ્ઞાનને કર્મમાં સમાવવાની જરૂર છે. અને તે જ શ્રેષ્ઠ છે જયારે આપણે આપણા જ્ઞાનને કર્મમાં સમાવી લઈએ છીએ ત્યારે આપણી ઈન્દ્રીયોને વશમાં કરી શકીએ છીએ ભગવાને અર્જુનને કહ્યું છે કે તુ તારા જ્ઞાનને કર્મમાં લઈ આવ તે જ શ્રેષ્ઠ છે તે આપણે યર્થાથ કર્મયોગી બનાવે છે.

કર્મ યોગ તે જ માનવતાનો સનાતન કર્તવ્ય છે. ભગવાને કહ્યું છે કે યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. અને તેનો ભાવાર્થ એ છે કે જયારે કોઈ યજ્ઞ કરે છે તે શા માટે કરે છે. તેનો ઉદેશ્ય શું છે ? યજ્ઞ કરવા પાછળ ઉદેશ્ય શુધ્ધીકરણ કરવાનો છે. જીવન એક યજ્ઞ છે. આપણા જીવનને સુધ્ધીકરણ કરવા માટે જે ગલત કામ કરીએ છીએ તેને સ્વાહા કરો, આપણા મનની અંદર જે ખરાબ વિચારો આવે છે. તેને સ્વાહા કરો, એટલે મનમાં શાંતી થઈ જશે. વ્યસનો તેમજ બીજી જે કંઈ ખરાબ આદતો હોય તો તેને પર સ્વાહા કરો જયારે આ તન, મન અને ધનનું શુધ્ધીકરણ થઈ જાશે. જયારે આપણા જીવનનું પણ શુધ્ધીકરણ થઈ જશે એટલે જ ભગવાને કિધુ છે કે યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. જીવનના શુધ્ધીકરણ માટે આપણે જ પ્રક્રિયા કરીએ છીએ તે જ યર્થાથ કર્મ છે. જેનાથી આપણુ જીવન સંપૂર્ણ થાય છે. ગુસ્સો કરવાથી ઘણી બધી બીમારીઓ થાય છે. વારંવાર ગુસ્સો આવવો તે પણ એક વ્યસન જ છે. માટે આપણે તે ગુસ્સા નામના વ્યસનને પણ સ્વાહા કરવો જોઈએ આપણે આજે જે ગિતાજ્ઞાનનું પ્રાપ્ત કરી રહ્યા છીએ ત્યારે તે જ્ઞાનથી થોડોક તો આપણા જીવનમાં પરિવર્તન આવવો જોઈએ અને શુધ્ધીકરણ થવું જ જોઈએ. મનને સદાય પ્રસંચીત રાખવા માટે આશીર્વાદની કૃપા વૃષ્ટિની જરૂરત પડે છે. અને આ આશીર્વાદની કૃપા વૃષ્ટિ કોના પર હોય છે. તો કે જેનું જીવન શુધ્ધ હોય છે. તેના પર બધાના આશિર્વાદ હોય છે, જીવનના શુધ્ધીકરણની આધારની વાત ક્રીએ તો વ્યકિત જેટલો પોતાના જીવનની અંદર સારા કર્મ કરશે તેટલું જ તેનું જીવન શુધ્ધ થશે. વેદોથી આપણા અંદર જે જ્ઞાનની પ્રાપ્ત થશે. તે જ્ઞાનથી જ આપણા જીવનમાં કર્મ સારા થશે. અને તે જ્ઞાનના દાતા પરમાત્મા છે. આમ ઉષાદીદીએ ગીતાના સારના દર્શન કરાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.