ફેસબૂક લોકોના ડેટાની પ્રાયવસી અને સિકયુરીટી માટે સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રીઝને એક થવું પડશે: ફેસબૂક

ફેસબૂકે અંતે ડેટા સુરક્ષા મામલે હાથ ઉંચા કરી દેતા કરોડો ઉપભોગતાના ડેટા જોખમમાં મુકાય તેવી દહેશત છે. લોકોના ડેટા સુરક્ષીત કરવા પોતાના એકલાના હામાં નથી, સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રીઝે આગળ આવવું પડશે તેવું બહાનું ફેસબૂકે આગળ ધરી દીધું છે.

ફેસબૂકના પ્રોડકટ મેનેજમેન્ટના ડિરેકટર ડેવીડ બસેરે જણાવ્યાનુસાર દરરોજ માધ્યમોમાં વિવિધ કંપનીઓ વ્યક્તિગત ડેટા ખોટા હામાં ધરી દેતી હોવાના સમાચાર આવે છે. આ મામલે જો આપણે બધા સાથે મળી પગલા ભરીએ તો પણ પ્રાયવસીનું પ્રોટેકશન થઈ ન શકે. આપણી ટેકનીકલ પધ્ધતિને રિવર્સ કરી શકાય નહીં માટે આપણે સાથે મળીને પ્રાયવસી અને સિકયુરીટી માટે કામ કરવું પડશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ડેટા ટ્રાન્સફર પ્રોજેકટ હેઠળ ગત અઠવાડિયે ફેસબૂક, ગુગલ, માઈક્રોસોફટ અને ટવીટર સહિતની કંપનીઓએ કરાર કર્યા હતા. તાજેતરમાં થયેલા ડેટા કૌભાંડના કારણે ફેસબૂકના સ્ટોકમાં ૨૦ ટકાનો મસમોટો કડાકો થયો છે. જેના કારણે કંપનીના ૧૨૦ બીલીયન ડોલર સાફ થઈ ગયા છે અને કંપનીની માર્કેટ વેલ્યુને બહુ મોટુ નુકશાન થયું છે. ફેસબૂકે ડેટા સુરક્ષા મામલે પોતાનો પક્ષ રાખી થઈ શકે તેટલો બચાવ કર્યો છે. ઉપરાંત કંપની એકલા હાથે લોકોના ડેટાની સુરક્ષા કરી શકે નહીં. સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રીઝે આ મામલે આગળ આવવું પડે તેવો દાવો પણ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.