વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એક સપ્તાહમાં બીજી વખત ઉત્તરપ્રદેશ પહોંચ્યા. શાહજહાંપુરમાં ‘ખેડૂત કલ્યાણ રેલી’માં કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેઓએ કોઈનું પણ નામ લીધા વગર રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યાં. મોદીએ કહ્યું કે એક વડાપ્રધાને કહ્યું હતું કે યોજનાઓ માટે એક રૂપિયાના 85 પૈસા જ લોકો સુધી પહોંચે છે. આ કયો પંજો હતો? આજે જે ઘડીયાળી આંસુ વહાવે છે,

તમારા માટે વિચારવાનો તેમની પાસે સમય ન હતો. અમારી સરકારે શેરડી પકવતાં ખેડૂતોને 80% લાભ દેવાનો નિર્ણય કર્યો છે. તેઓને માત્ર વડાપ્રધાન ખુરશી જ દેખાય છે. દેશનો ગરીબ અને જવાન નહીં. શુક્રવારે રાહુલ ગાંધી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સંસદમાં વડાપ્રધાનની ખુરશી સુધી ગયા અને તેમને ભેટ્યાં હતા.

મોદીએ કહ્યું, “તમને ખ્યાલ આવી ગયો કે તેઓ ખુરશી માટે દોડી રહ્યાં છે? પીએમની ખુરશી માટે તેઓને કંઈજ દેખાતું નથી. તેઓને ખેડૂત કે જવાન પણ નથી દેખાતા. મેં કંઈ ખોટું કામ કર્યું છે શું? શું ખોટા રસ્તે ચાલ્યો છું? મારો ગુનો એ જ છે કે હું ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડી રહ્યો છું. હું પરિવારવાદ વિરૂદ્ધ લડી રહ્યો છું. કેટલાંક પક્ષ કહે છે કે તેઓને મોદી પર વિશ્વાસ નથી. અમે તેમને સમજાવીએ છીએ કે આ ખેલ ખેલવો ઠીક નથી. જનતા સામે બાથ ભીડવી ઠીક નથી. મોદી કંઈ નથી આ તાકાત સવા સો કરોડ હિંદુસ્તાનીઓની છે. જેટલું વધુ કિચડ થશે એટલા વધારે કમળ ખીલશે. તે પછી સાયકલ હોય કે હાથી કોઈને પણ બનાવી લો સાથી સ્વાંગના આ સ્વાર્થને દેશ સમજી ગયો છે.”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.