સંસદમાં શિયાળુ સત્રનો પ્રારંભ: અરુણ જેટલી અને રામ જેઠમલાની સહિતનાને અપાઈ શ્રદ્ધાંજલિ
સંસદનું શિયાળુ સત્રની શરૂઆત થઈ ગઈ છે.લોકસભા અને રાજ્યસભાના સભ્યોએ જગન્નાથ મિશ્રા, અરુણ જેટલી, સુખદેવ સિંઘ લિબ્રા, રામ જેઠમલાની,ગુરુદાસ ગુપ્તા અને એવા તમામ સ્વર્ગસ્થ સભ્યોને યાદ કર્યા હતા. સંસદ શિયાળુ સત્ર ૧૮ નવેમ્બરથી શરૂ થઈને ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે. સરકારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓને આ સત્રમાં સાર્થક ચર્ચા કરવાની અપીલ કરી છે. સાથે જ વિપક્ષ અર્થવ્યવસ્થાની હાલની પરિસ્થિતી, રોજગાર,યુવા અને ખેડૂતોના મુદ્દે, ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવા અને ફારુક અબ્દુલ્લા સહિત અન્ય કાશ્મીરી નેતાઓની ધરપકડના મુદ્દા અંગે સરકારને ઘેરવાના પ્રયાસ કરશે. આ સત્રમાં લોકસભાની ૨૦ બેઠકોનો પ્રસ્તાવ છે. આ સાથે જ સરકાર રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા , કોમન સિવિલ કોડ, નાગરિકતા સંશોધન અને ઈ સિગારેટ બિલને પણ રજુ કરી શકે છે.
પીએમ મોદીએ કહ્યું કે, સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે. દેશના બંધારણને દેશની એકતા, અખંડતા અને વિવિધતાને સમેટી લીધી છે. છેલ્લા દિવસો તમામ પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરવાની હતી, ગત વખત જે પ્રકારે તમામ પક્ષોના સહયોગના કારણે સંસદ ચાલી હતી, આ વખતે પણ તેવી આશા રાખું છું.વડાપ્રધાને કહ્યું કે સત્ર દરમિયાન ઉચ્ચ સ્તરની ચર્ચાઓ પણ થવી જોઈએ કે જેમાં તમામ સાંસદો ભાગ લઈ શકે. સત્રનો પ્રારંભ થાય તે પહેલા તેમણે તેમના પ્રવક્તાઓને કહ્યું કે આપણે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ.
સત્ર શરૂ થતા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ૨૦૧૯નું આ અંતિમ સંસદીય સત્ર છે. આ એક ઐતિહાસિક સત્ર રહશે કારણ કે આ વખતે આ રાજ્યસભાનું ૨૫૦મું સત્ર છે. આ સત્ર દરમિયાન ૨૬ તારીખે આપણો બંધારણીય દિવસ છે, આપણા બંધારણને ૭૦ વર્ષ થવા જઈ રહ્યા છે. દેશનું બંધારણએ દેશની એકતા, અંખજતા અને વિવિધતાથી સભર છે. જેવી રીતે ગયા સત્રમાં તમામ પાર્ટીઓના સહયોગથી સત્ર ચાલ્યું હતું તેમ જ આ સત્ર પણ તમામ પાર્ટીઓના સહયોગથી ચાલે તેવી આશા છે. સંસદના શિયાળા સત્ર દરમિયાન મંદ પડેલી અર્થવ્યવસ્થા, વધતી જતી બેરોજગારી, ખેડૂતોને પડતી સમસ્યાઓ અને જમ્મુ-કાશ્મીરમાં રાજકીય નેતાઓની ધરપકડ જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ શકે છે. મહારાષ્ટ્રની અસ્થિર રાજકીય પરિસ્થિતિના પૃષ્ઠભૂમિ મામલે પણ ચર્ચા થશે. જ્યાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી-કોંગ્રેસ-એનસીપી ગઠબંધન દ્વારા એકજૂટ થવા માટે તૈયાર છે. આ સત્રમાં જે મુખ્ય બિલો પર પણ ચર્ચા થશે, જેમાં નાગરિકતા સંશોધન બિલનો પણ સમાવેશ થાય છે. જેને સરકાર પોતાના ગયા કાર્યકાળમાં પસાર નહતી કરી શકી.