મહિલા દિન અંતર્ગત આયોજન: અંદાજે ૫૦૦૦ બહેનો રહેશે ઉપસ્થિત; હાસ્ય કલાકાર મનસુખભાઈ ખિલોરીવાળા અને મોટીવેશ્નલ સ્પીકર સંજય રાવલનું વકતવ્ય; હોદ્દેદાર બહેનો ‘અબતક’ના આંગણે
રાજકોટમાં છેલ્લા ૪૦ વર્ષોથી મહિલા સોશ્યલ ગ્રુનો મહિલાઓને જાગૃત કરવાના પ્રયત્નો કરે છે. તેના પરિપાક‚પે આજે રાજકોટમાં ઘણા બધા સોશ્યલ ગ્રુપ મહિલાઓના ઉત્થાન માટે કામ કરે છે. વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે બધા સોશ્યલ ગ્રુપ દ્વારા ભેગા મળીને એક મેગા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ‘વી આર વન’ સેમિનાર તા.૧૦ માર્ચના રોજ કુમ કુમ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે બપોરે ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમ્યાન યોજાશે. મુખ્ય ઉદ્દેશ મહિલાઓની હિંમત, સુષુપ્ત શક્તિને ખીલવવાનો છે તથા સાથે-સાથે ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે માં-દિકરી, સાસુ-વહુના સંબંધો માટેની વાત છે.
આ સેમીનાર બહેનોના સંગઠનને મજબૂત કઈ રીતે બનાવી શકાય તેની શરૂઆત‚પી એક અનોખો પ્રયાસ છે. સેમિનારમાં લેઉવા પટેલ મહિલાઓ કે જે એએસઆઈ, પીએસઆઈ, વકીલ, સીએ, એન્જીનીયર, બિઝનેસ વુમન, સ્કૂલ સંચાલિકાઓ, કોર્પોરેટરો, સરકારી મહિલા અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહી બહેનોને આગળ વધવાની પ્રેરણા આપશે. આ સેમિનારને સફળ બનાવવા માટે સંજયભાઈ રાવલ કે જેઓ સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર છે.
તેઓ ખાસ ઉપસ્થિત રહી માં-દિકરી, સાસુ-વહુના સંબંધોનું મહત્વ, કુટુંબ વ્યવસ્થા ટકાવી રાખવા તથા વધુ મજબૂત કેવી રીતે બને તે માટે તેમની સરળ અને આગવી છટ્ટાદાર શૈલીમાં જુસ્સાદાર વકતવ્ય આપશે. મનસુખભાઈ વસોયા ખીલોરીવાળા કે જેઓ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર છે, તેઓ સાહિત્ય અને સંસ્કૃતિની વાતો સાથે હાસ્યરસ પીરસી બહેનોને મનોરંજન કરાવશે.
લેઉવા પટેલ મહિલા અગ્રણી શર્મીલાબેન બાંભણીયાના અધ્યક્ષ સ્થાને તથા જાગૃતિબેન ધાડીયા, અનિતાબેન દુધાત્રા અને જયોત્સનાબેન ટીલાળાના માર્ગદર્શન તથા સહયોગથી બધા સોશ્યલ ગ્રુપના હોદ્દેદારો જેવા કે (વાણિયાવાડી), પટેલવાડી મહિલા સમિતિના દક્ષાબેન સગપરિયા, મીનાબેન, પરસાણા, કૈલાશબેન માયાણી, ઉષાબેન અણદાણી તથા કારોબારી હોદ્દેદારો (બેડીપરા) પટેલવાડી, હંસાબેન અકબરી, પુષ્પાબેન ડોબરીયા, સોનલબેન ચોવટીયા, સ્વાતીબેન ગઢીયા તથા કારોબારી હોદ્દેદારો, લતાબેન સોરઠીયા, મીનાબેન ગિણોયા તથા કારોબારી હોદ્દેદારો, તેજસ્વિની (એસપીજી) ગ્રુપ મહિલા સમિતિના શીતલબેન પટેલ, માહિબેન પટેલ, રાજ નવદુર્ગા (બાપા સીતારામ ચોક) ગ્રુપ મહિલા સમિતિના કિરણબેન હરસોડા, રંજનબેન ચોવટીયા, મનીષાબેન સોરઠીયા,જયાબેન ભલાળા, ક્રાંતિ માનવ મહિલા સમિતિના રાજેશ્રીબેન, માલવીયા, બેડીપરા કિશાન મહિલા ધુન મંડલના, ચંપાબેન લુણાગરીયા તથા આ ઉપરાંત સમાજ સેવી બહેનો જેવા કે શોભનાબેન સાકરીયા, લક્ષ્મીબેન પાનસુરીયા, જયશ્રીબેન વૈષ્ણવ, જયશ્રીબેન કાછડીયા, પ્રભાબેન ગજેરા, રંજનબેન મેંદપરા, મનીષાબેન રામાણી, ભારતીબેન ગિણોયા, ચંદ્રિકાબેન વણપરિયા, ચંદ્રિકાબેન ચોવટીયા, યુવા સમિતિના પ્રિયંકા ગોંડલીયા, ધારા રામાણી, ભાવિકા લીંબાસિયા, ધરા ડોબરિયા, નિરાલી સગપરિયા, કોમલગોંડલીયા, નિરાલી વોરા વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.સેમિનારમાં અંદાજે ૫૦૦૦ બહેનો ઉપસ્થિત રહેશે. સેમીનારના અંતે અલ્પાહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. દરેક સોશ્યલ ગ્રુપના બહેનો આ સેમિનારનો લાભ લે તે માટે અનુરોધ કરાયો છે. કાર્યક્રમની સફળતા માટે સોશ્યલ ગ્રુપના હોદ્દેદારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.