કોરોનની બીજી લહેર સમગ્ર દેશ માટે ખૂબ જ ઘાતક હતી જેમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જો કે હમણાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે. નાગરિકો કોવિડ ગાઈડલાઈનનું પાલન યોગ્ય રીતે કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા માસ્ક ન પહેરનારને 1000 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. કોઈ પણ માસ્ક ન પહેરનાર વ્યક્તિને આ દંડનું ભૂગતાન કરવું જ પડે છે. ત્રીજી લહેર વધુ અસર ન કરે તે માટે લોકોએ શિસ્તમાં રહેવું જરૂરી છે. કોરોનાનું સંક્રમણ ઘટતા ગુજરાત સરકારે માસ્કનો દંડ ઘટાડવાની ગુજરાત હાઇકોર્ટમાં સરકાર રજૂઆત કરી હતી.
આ વાતનો જવાબ આપતા ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે, માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવો યોગ્ય છે અને આ રકમમાં ઘટાડો કરવો જોઇએ નહીં કારણ કે જો દંડની રકમ 1000 રૂપિયા રહેશે તો લોકો શિસ્તમાં રહેશે. જો દંડની રકમ ઘટાડવામાં આવશે તો લોકો નિયમોનો ઉલાળિયો કરીને શિસ્તમાં રહેવાનું ભૂલી જશે. દંડ ઘટાડવાથી કોરોના વાયરસનું સંક્રમણ વધવાનું જોખમ પણ વધી જશે માટે 1000 રૂપિયાનો દંડ યથાવત રાખવો જોઈએ.
ત્રીજી લહેરથી લોકો સુરક્ષિત રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે હાઇકોર્ટમાં 53 પાનાનું એક સોગંધનામું રજૂ કર્યું છે જેમા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ સરકારી તંત્ર કેટલું સજ્જ છે તેની પણ માહિતી આપવામાં આવી છે.