‘મારી પાસે સમય નથી’… જો પ્રત્યેક લોકો મુખમાંથી આ જ શબ્દો બોલતા પહેલા વિચારે અને વિચારતા પહેલા પણ વિચારે કે આપણે જે બોલીશું તે થશે… જ તો ઘણી પરિસ્થિતિઓ હલ થઇ જશે
‘વકત’ ને કિયા કયા હંસી સિતમ… ‘સમય’ કા પહીયા ફિરતા જાયે…. સમયનું મહત્વ દર્શાવતા આવા કેટલાય ગીતો તેમજ સમય આવ્યે સૌ સારાવાના થઇ જશે, સમયની બહિલારી છે, સમય-સમયને માન છે, સમય પાસે જ દરેક ઘાવનો મલમ છે. વગેરે જેવી સમય દ્વારા કહેવામાં આવેલી અને કહેવતો આપણે બધાએ સાંભળી છે, વાંચી છે અને આપણે જાણીએ પણ છીએ અને તેમ છતાં આજે ઉતાવળમાં દરેક લોકોના મોઢેથી કયારેકને કયારેક તો નીકળે જ છે કે ‘મારી પાસે સમય નથી…’ આપણે તો બસ આટલું બોલી ઉઠીએ છીએ પણ આના વિશે આપણે કયારેય વિચારતા નથી કે આમ બોલી લેવાથી આપણને જ તેનું કેટલું નુકશાન થાય છે.
પ્રકૃતિ અને માનવનો ખુબ ગહેરો સંબંધ છે, બન્ને એકબીજાના પૂરક છે તેથી બ્રહ્માંડના નિયમ અનુસાર ‘લો ઓફ એટ્રેકશન’ નો સિઘ્ધાંત કામ કરે છે. અને આ સિઘ્ધાંત એકદમ યથાર્થ અને પુરવાર છે. આ સિઘ્ધાંત અનુસાર માનવમન જે કંઇપણ વિચાર કરે છે, અને વારંવાર એકની એક વાતને દોહરાવે છે, ત્યારે તેના દ્વારા કરવામાં આવેલા વિચારો અને બોલાયેલા શબ્દો બ્રહ્માંડ સુધી પહોંચીને પ્રકૃતિમાં ફેલાય જાય છે. અને પ્રકૃતિ દ્વારા ઠીક એ જ પ્રમાણે પ્રતિક્રિયા થાય છે, અને એ મુજબની ઘટનાઓનું નિર્માણ થાય છે. ‘લો ઓફ અટ્રેકશન’નો આ કુદરતી સિઘ્ધાંત સમાન અને વિપરીત દિશામાં કાર્ય કરે છે. અને ઘટનાઓનું નિર્માણ થાય છે.
વર્તમાન સમયમાં જો પ્રત્યેક વ્યકિત દ્વારા કરવામાં આવેલા વિચાર અને વાણીને જો સંયમિત કરવામાં આવે તો સ્વયંની, પરિવારની સમાજની અને દેશની ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ મળી જાય,
આજે આપણે કયારેય વિચારતા નથી કે આપણે જે બોલી નાંખીએ છીએ, તો ખરેખર ભાષાની દ્રષ્ટિએ જ આમ બને છે. વ્યકિત પોતાના શબ્દોની ગરીમા જાળવ્યા વગર તેને બોલીને જ નાંખી દે છે.
તેની પાછળ કંઇ વિચાર કરતો નથી કે ખરેખર આમ થશે તો પરિસ્થિતિ અધરી થશે. દા.ત. કોઇ માતા પોતાના બાળકને શાળાએ જતી વખતે એમ કહીને મોકલે છે કે ‘જો જે હો સાચવીને અને સંભાળીને વાહન ચલાવજે, નહીંતર એકિસડન્ટ થશે…’ અહીં આ વાકયમાં ખરેખર નહીંતર પછીનું વાકય બોલવાની કોઇ જરૂર જ નથી. આપણે એ નકકી કરનારા કોણ કે શું થશે? ખરેખર આપણે દરેકે આ બાબતે વિચારવું જ જોઇએ જો કે આપણી ગુજરાતી ભાષા દ્રી અર્થી પણ છે બોલે તેના બોર વેંચાય, અને ન બોલવામાં નવ ગુણ, પણ અહીં પરિસ્થિતિ મુજબ જો તેનો ઉપયોગ કરવામાં આવે તો ઘણી પરિસ્થિતિઓનું નિર્માણ થતા પહેલા જ તે અટકી જાય.
આપણે એ કયારેય ના ભૂલવું જોઇએ કે આપણા દરેકની સાથે જે કંઇ પણ થાય છે તેના જવાબદાર આપણે પોતે જ છીએ. તેથી સમય અને શબ્દો બન્ને માટે માન જાળવીશું તથા બોલતા પહેલા વિચારીશું તેમજ વિચાર કરતાં પહેલા પણ એમ વિચારીશું કે ‘મારા દ્વારા જે બોલવામાં આવશે’ તેનું ફળ મારે જ ભોગવવાનું છે.
વર્તમાન પરિસ્થિતિ પર જો નજર દોડાવીએ તો આ સંદર્ભનો ચિતાર આપણને મળી જ જશે, જેમ કે પહેલાના જમાનામાં બહુ વધારે નહી પણ 40-50 વર્ષ પહેલાની જો વાત કરીએ તો પહેલા લોકો પાસે આજે છે તેટલી આધુનિક સુખ-સુવિધાઓ કે સગવડો પણ ન હતી. તેમ છતાં તેઓ પાસે ભરપુર સમય રહેતો, ગૃહિણીઓની જ વાત કરીએ તો પહેલા ગૃહિણીઓ બધુ જ કામ જાતે જ કરતી, ત્યાં સુધી કે ઘરમાં કપડા ઘોવાની પણ સુવિધા ન હતી તો એવામાં છેક કેટલા માઇલ ચાલીને નદી કાંઠે કપડા ઘોવા જતી હતી. અને તો પણ તેને સમયની
અનુકુળતા રહેતી હતી. જયારે આજે આપણને ટેકનોલોજીનો આટલો સાથ મળે છે. તેમ છતાં પણ આપણી પાસે ‘સમય રહેતો નથી’ આપણે દરેકે આના વિશે ગંભીરતાથી વિચારવું જોઇએ,
તો ચાલો આજથી આપણે ‘સમય નથી સમય નથી’ એમ નહીં બોલીએ કે વિચારીએ તેના સ્થાને સમયને માન આપીને એવું વિચારીશું કે સમય મારો ગુડ ફે્રન્ડ છે. જે થાશે તે સારું જ થશે… જો આપણે બધા સાથે મળીને આમ વિચારવાનું શરુ કરી દેશું તો દરેક પર ‘સમય’ના આશીર્વાદ વરસશે અને વિપરીત પરિસ્થિતિ પણ શુભ અને કલ્યાણના અવસરમાં પરિણમશે તો કેમ નહીં આજે અને અત્યારથી જ આ શરુઆત કરી દઇએ….?
સમય સમયને માન છે
સર્મય આવ્યે સૌ સારાવાના થઇ જશ’ે, ‘સમયની પાસે જ તો છે દરેક ઘાવનો મલમ’ સમય વિશે આપણે સૌએ આવી ઘણી વાતો કહેવતોના રૂપમાં સાંભળી છે. અને આપણે સૌ જાણીએ પણ છીએ તેમ છતાં ઉતાવળમાં આપણે બોલી જ ઉઠીએ છીએ કે ‘મારી પાસે સમય નથી…’ તેથી બોલતા પહેલા પણ વિચારીશું અને વિચારતા પહેલા પણ વિચારીશું તો ઘડિયાળના કાંટા વાગશે નહીં…