અત્યારે તમામ સ્કૂલ તેમજ કોલેજો કોરોના ના કહેર વચ્ચે બંધ ત્યારે બાળકો હાલ ઘરે છે. તો તેના માટે આ એક ખૂબ કપરી પરિસ્થિતી છે. કારણ, ક્યારેય બાળકો ઘરે રહેતા હોતા નથી તેને બહાર રમવાનો અને ફરવાનો શૌખ હોય છે. તે રમવા માટે એટલા તરવરાટ વાળા હોય છે કે તે જમવાનું પણ ભૂલી જતાં હોય છે. ત્યારે મમ્મી-પપ્પા અત્યારે તેને બહાર રમવા જવા દેતા નથી. તે વાતને લીધા ઘરમાં કકડાટ ઊભા થતાં હોય છે. ત્યારે તેને સમજાવા ખૂબ અઘરા પડે છે. તો તેના લીધે અનેક વિવાદ થાય છે. ત્યારે બાળકો અને માતા-પિતા વચ્ચે ઘર્ષણ કઈ રીતે દૂર થાય તેના પર આજે અમે તમને કહીશું. હવે તો ક્યારેક માતા-પિતા પણ બાળકોના તોફાનથી થાકી જતાં હોય છે.
સૌ પ્રથમ બાળક અને માતા-પિતા વચ્ચે વિવાદ ત્યારે થાય જ્યારે બન્નેની જીદ સામે ટકરાય છે. તો જ્યારે આવું થાય ત્યારે માતા-પિતાએ તેને સાંભળવા જોઈએ બાળક ક્યારેક સાચા હોય છે. તેને સાંભળવાથી વાત વધશે નહીં.
બીજી વાત અત્યારે દરેક માતા-પિતાને પણ સાથે રહેવાનો એક મૌકો મળ્યો છે. જે તેમના માટે એક તક છે. ત્યારે તે બાળકોને ક્યારેક પોતાના સમયમાં તેને સમય આપતા ભૂલી જતાં હોય છે. તેના લીધે અનેક વિવાદો ઊભા થતાં હોય છે. ત્યારે માતા-પિતાએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેના કારણે બાળક એકલતા અનુભવતા હોય છે.
ત્રીજી વાત આજે તેને મસ્ત રાજા મળી છે તો તેને દિવસ પ્રમાણે ઘરમાં રહી નવી-નવી પ્રવૃતિઓમાં શામેલ કરો તેના કારણે તે કંટાળશે પણ નહીં અને તેને વારંવાર કોઈની જરૂર પડશે પણ નહીં. તે પોતાની રીતે ઘરે રહી કેટલી નવી પ્રવૃતિઓ કરી શકશે.
તો આ રીતે તમારા બાળક સાથે સમય વિતાવો અને તેને વિવિધ પ્રવૃતિમાં શામેલ કરો અને તેનું નિત્યક્રમ બદલાવી તેની વચ્ચે વિવાદ વગર લોકડાઉનમાં આનંદ કરો.