વોટ્સએપની સૌથી લોકપ્રિય સુવિધા ‘Delete for Everyone’ માં એક નવું અપડેટ આવ્યું છે. આ ફિચર્સમાં, મેસેજ મોકલનાર મોકલેલા મેસેજને 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડમાં ડિલીટ કરી શકે છે. ત્યારબાદ સેન્ડર અને રિસીવર બન્નેના ફોનથી મેસેજ ડિલીટ થઇ જાય છે. નવા અપડેટમાં, વૉટ્સએપે Recipient limit માં બદલાવ કર્યો છે.
LIMITS UPDATED!
WhatsApp has updated the “Recipient limit”.
What does it mean? If you delete a message for everyone, but the recipient won’t receive the revoke request within 13h, 8m, 16s (maybe because the phone was off), the message will **not** be revoked.
..(1/2)— WABetaInfo (@WABetaInfo) October 11, 2018
Recipient limit ને અપડેટ કરવાનો અર્થ એવો થાય છે કે જો તમે કોઈને મોકલેલા મેંસેજને ડિલીટ કરો છો, પરંતુ યૂઝર્સને તમારા મેસેજની રિક્વેસ્ટ 13 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડ સુધી નથી મળતી તો આ મેસેજ ડિલીટ નહીં થાય. ઉદાહણ: જો તમે કોઈને મેસેજ કર્યો છે અને આ દરમિયાન ઉપર જણાવેલ કલાકો સુધી તેનો ફોન બંધ હોય તો તે મેસેજને ડિલીટ નહીં ખરી શકાય. WABetaInfoના ટ્વીટ મુજબ, કંપનીએ એ યૂઝર્સઓને ધ્યાનમાં રાખીને આ પગલું ઉઠાવ્યું છે, જે મેસેજ ડિલીટ કરવાનો ગેરફાયદો ઉઠાવીને અઠવાડિયા, મહિનાઓ અને વર્ષો પહેલાં મોકલેલા મેસેજને ડિલીટ કરી રહ્યા છે.
..(2/2)
This is a protection against modded users that revoked messages sent weeks, months and years ago.You can still delete a message for everyone within 1h, 8m, 16s as long as the recipient will receive your revoke request within 13h, 8m, 16s.
— WABetaInfo (@WABetaInfo) October 11, 2018
તમે મેસેજ ડિલીટ કરવા માગો છો પરંતુ તમે જેને મેસેજ મોકલ્યો હશે તેનો ફોન બંધ હોય તો મેસેજ ડિલીટ નહીં થાય. આ ઉપરાંત, વૉટ્સએપ 5 નવા ફિચર્સ લાવશે,જેમ કે wipe to Reply, WhatsApp ads for Status, WhatsApp સ્ટીકર પેક અનેWhatsApp inline image જેવા ફિચર્સ ઉપલબ્ધ છે.