૯ ચોગ્ગા અને ૬ છગ્ગા સાથે વોટ્સનની શાનદાર સદી
ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) તેના નવા હોમ ગ્રાઉન્ડ પૂણેમાં રાજસ્થાન રોયલ્સ(RR) સામે મુકાબલો ખેલશે. ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈની ટીમને પૂણેમાં વિજયી પ્રારંભની આશા છે. જ્યારે ઘરઆંગણે કોલકાતા સામેની હાર બાદ RRને પણ જીતની તલાશ છે. ૬૪ રનથી ચેન્નાઈને સરળ જીત મળી હતી. જેમાં મેચ હિરો રહ્યો હતો શેન વોટ્સન. જેને ૧૦૬ રન બનાવ્યા અને ૧ વિકેટ પણ લીધી હતી.બે વર્ષના પ્રતિબંધ પછી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ મેદાન પર એકબીજાની સામે ઉતરી છે. જેમાં ટોસ જીતીને RRએ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો અને જાણે મોંઘો સાબિત થયો હોય તેમ લાગી રહ્યું છે. શેન વોટ્સને શાનદર ૧૦૬ રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં મુકી દીધું છે, જેમાં તેને ૯ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકર્યા છે. ઇજા પછી પાછા ફરેલા સુરેશ રૈનાએ પણ ૪૬ રન બનાવ્યા હતા.
જ્યારે અંતિમ ઓવરોમાં બ્રાવોએ પણ વોટસને જોરદાર સાથ આપ્યો અને ૨૪ રન બનાવ્યા હતા. આ તરફ RRની ફિલ્ડિંગ અને બોલિંગમાં ઘણી ખામી જોવા મળી હતી. તેમ છતાં શ્રેયસ ગોપાલે પોતાનો શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યો અને ૩ વિકેટ ઝડપી જ્યારે બેન લાફલિને ૨ વિકેટ લીધી છે. હવે રાજસ્થાને ચેન્નાઈને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવવા માટે ૨૦૫ રનનો વિશાળ ટાર્ગેટ ચેસ કરવાનો રહેશે.CSKના ૨૦૫ના ટાર્ગેટ માટે RRની ટીમ શરૂઆતથી જ બેકફૂટ પર હોય તેમ લાગી રહ્યું હતું. કેપ્ટન રહાણે થી લઈ સંજુ સેમસન, કોઈ પણ ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી શક્યું ન હતું. તો બીજી તરફ ચેન્નાઈ પોતાના નવા હોમ ગ્રાઉન્ડ પૂણે ખાતે ફૂલફોર્મ સાથે મેદાન પર ઉતર્યું હતું. ચેન્નાઈ તરફથી બ્રાવો, શાર્દુલ ઠાકુર, દિપક ચાહર અને કરણ શર્માએ ૨-૨ વિકેટ મેળવી હતી. જેના કારણે ચેન્નાઈ માટે જીત સરળ બની ગઈ હતી. આ ઉપરાંત વોટસને પણ ૧ વિકેટ લઈ બેટિંગ પછી બોલિંગમાં પણ ટીમને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com