ટ્રેનમાં ફુડ ઓર્ડર કરતા પહેલા રેલવેની એપમાં ભાવ જાણી શકાશે
રોજીંદા જીવનમાં ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે ખુશખબર કહી શકાય, કારણ કે હવે ભારે વર્ષા હોવા છતાં પણ રેલવે વ્યવહાર અટકશે નહીં. કેન્દ્રીય રેલવે મંત્રાલયે રેલ્વેને લોકો મોટીવ વોટરપ્રુફ એન્જીન આપવાનો નિર્ણય લીધો છે. જે ટ્રેક પર ૧ર ઇંચ સુધીના પાણીમાં પણ કાર્યરત રહેશે. રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે લોકોમોટીવ એન્જીન લોકલ તેમજ લાંબી મુસાફરીની ટ્રેનોમાં લગાડવામાં આવશે. ગત વર્ષે ભારે વર્ષાથી રપ રેક ટ્રેકો બંધ થયા હતા. વર્તમાનમાં ટ્રેકો ઉપર ચાર ઇંચ પાણી ભરાતા રેલ્વે ઠપ્પ થઇ જાય છે. ત્યારે હવે ૧ર ઇંચ સુધીના પાણીના ભરાવ સામે પણ ટ્રેનો દોડતી રહેશે. આ ઉપરાંત રેલ્વેને સુવિધાજનક બનાવવા અન્ય નિર્ણયો પણ લેવાયા છે.
હવે રેલ્વે સ્ટેશનોની કેટરીંગની વસ્તુઓના ભાવ તોડી શકાશે નહીં. કારણ કે રેલ્વેએ મેનું ઓન રેલ નામની એપ લોન્ચ લોન્ચ કરીછે મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થતા રેલવે પ્રધાન પિયુષ ગોયલે સોમવારે આ એપ જાહેર કરી છે. મેનું ઓન રેલ મેલ, એકસપ્રેસ, હમસફર, રાજધાની, શતાબ્દી, દુરન્તો, ગતિમાન એકસપ્રેસ અને તેજસ એકસપ્રેસના મુસાફરો માટે મેનું ડિસ્પ્લે કરશે. ત્યારે ફુડ આઇટમને ચાર કેટેગરી બિવરેજીસ, બ્રેકફાસ્ટ, મીલ્સ અને અ.ભા. કોર્ટમાં વિભાજીત કરવામાં આવી છે.
આ તમામ ખાદ્ય સામગ્રીની કિંમતો સ્ટેશનો તેમજ ટ્રેનમાનં દર્શાવશે. અ.લા. કોર્ટેમાઁ બ્રેકફાસ્ટ, લાઇટ મીલ્સ, કોમ્બો, નોન વેજીટેરીયન, જૈન ફુડ, સ્વીટસ, અને ડાયાબીટીક ફુડ જેવી ૯૬ આઇટમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોબાઇલ એપ્લીકેશનની મદદથી ફુડ પણ બુકિંગ કરાવી શકાશે. તો વેસ્ટર્ન રેલ્વેએ જાહેરાત કરી છે કે ગુજરાતને વેસ્ટર્ન રેલ્વેનું હેડવોટર મળે તેવી શકયતા નથી. રેલ્વે મંત્રી પિયુષ ગોયેલ વિડીયો કોન્ફરન્સમાં જણાવ્યું કે, ૫૭ કી.મી.ની મહેસાણા, તરંગા હિલ ટેક માર્ચ ૨૦૧૭ સુધીમાં પુર્ણ થશે ત્યારે ૨૦૨૦ સુધીમાં ફ્રાઇટ કોરીડોરની શરુઆત થશે.