ઉનાળાની ગરમીમાં ઘરે ઘરે વિવિધ પ્રકારના તાજા જ્યુશ તેમજ ઠંડા પીણાં દરેક ગરમીથી બચવા માટે લેતા હોય છે. ત્યારે નાનાથી લઈ મોટા દરેકને આ એક ફળની અવશ્ય ખબર જ હશે જેનું નામ લેતા બધાને ખબર પડી જ જશે તેવું આ તરબૂચ. બહારથી જે લીલું અને અંદરથી લાલ એવું આ તરબૂચ. આ ફળમાં આશરે ૯૦% જેટલું પાણીનું પ્રમાણ હોય છે. તેનાથી તે વજનમાં ખૂબ ભારી હોય છે. તે દેશ-વિદેશ વિવિધ રંગોમાં મળે છે. જેમાં લાલ સફેદ લીલો અને પીળો હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. સમગ્ર દુનિયામાં આ ફળની આશરે ૧૧૦૦થી જાત જોવા મળે છે.

તરબૂચ તે વિવિધ રીતે ઉપયોગમાં લેવાતું એક ફળ છે. ગરમીમાં દરેક ઘરે કા તો તેને ઠંડુ કરી ખાવામાં આવતું અથવા તો તેમાંથી વિવિધ પ્રકારના જ્યુસો બનાવામાં આવે છે. આ ફળમાં પાણીનું પ્રમાણ સારું હોવાથી તે તરસને છીપાવે છે. આ ફળ તે સલાડમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેના બી પણ મુખ્ય રીતે પંજાબી શાક તેમજ મુખવાસમાં ઉપયોગી બને છે.

તરબૂચ ખાવાના ફાયદા અને ગુણ :-

  • તરબૂચમાં પોટેશિયમ સમૃદ્ધ છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.
  •  આ ફળમાં પાણી ખૂબ સારા પ્રમાણમાં હોવાથી તે એન્ટીઓક્સિડેંટથી ત્વચાને પણ ખૂબ ગુણકારી બને છે.
  • ઊંઘ સુધારવામાં તે ખૂબ મોટી ભૂમિકા ભજવે છે.
  • સાથે તેનું સેવન કરવાથી કિડની સાફ છે સાથે તે શરીરના વિવિધ કચરાને બહાર કાઢવામાં ઉપયોગી બને છે.
  •  તરબૂચ એ વિટામિન એ અને સી અને પોટેશિયમનો સારો સ્રોત છે.
  •  બળતરા ઘટાડવામાં મદદ કરે છે જે અસ્થમા, એથરોસ્ક્લેરોસિસ, ડાયાબિટીઝ અને સંધિવા જેવી સ્થિતિમાં ગુણકારી છે.

તો દિવસમાં એકવાર ઉનાળામાં ખાવ તરબૂચ અને તમારી સેહતને થશે આવા લાભ. જો તમે આ ફળ કેટલું ભાવે છે અને તેનું સેવન કઈ રીતે તમે કરો છો તે અવશ્ય કોમેન્ટમાં લખજો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.