વિટામીન, પ્રોટીન, ઝીંક, મેગ્નેશિયમ, પોટેશિયમ અને એન્ટીઓકિસડેન્ટનો ભરપુર સ્ત્રોત છે
તો વળી તરબુચ જ નહીં તેના બી પણ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે અકસીર: ગૃહિણીઓ ‘બી’નો મુખવાસ બનાવવા ઉપયોગ કરે છે
જેવા નામ તેવા જ ગુણ ધરાવતું વોટરમેલન એટલે કે તરબુચનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. તરબુચ ખાવાથી શરીર હાઇડેટ્રેડ અને રિફ્રેશ રહે છે. ગરમીની સીઝનમા ખવાતું અને સૌનું પસંદીદા આ ફળના ફાયદાઓ વિશે ઘણા ખરા લોકો વાકેફ હશે પરંતુ બહુ ઓછા લોકો તરબુચના બીજ પણ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તે વિશે વાકેફ છે. તરબુચના કાળા બી પોષક તત્વોથી ભરપુર હોય છે. ગૃહિણીઓ તરબુચના બીનો મુખવાસ બનાવવામાં ઉપયોગ કરે છે. સામાન્ય રીતે લોકો બીજને ફેંકી દે છે. પરંતુ તરબુચના બી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી છે અને સ્વાદિષ્ટ પણ છે. તેમાં વિટામીન, પ્રોટીન, ઝીંક, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વોનો સ્ત્રોત છે.
ઇમ્યુનિટી વધારે છે
તરબુચના બી મિનરલ્સ અને આયર્નથી ભરપુર હોય છે જે ઇમ્યુનીટી વધારવામાં મદદ કરે છે. આમાં મૈગ્નશિયમ સારી માત્રામાં રહેલું છે.
જે શરીરને એલર્જીથી બચાવે છે તથા ઇમ્યુન સિસ્ટમ મજબુત કરે છે.
ત્વચા માટે ફાયદેમંદ
તરબુચના બી ખાવાથી એકને ડ્રાઇનેસ, અને એજીંગની સમસ્યાથી બચી શકાય છે. તેના બી માં એન્ટિઓકિસડેન્ટની માત્રા ભરપુર પ્રમાણમાં રહેલી છે. એ સિવાય ત્વચાના નિખાર માટે પણ તરબુચના બી અકસીસ છે.
હાડકા મજબુત કરે છે
તરબુચના બીમાં પોટેશિયમ, કોપર, મેગેનીઝ, જેવા મિનરલ્સ રહેલા છે. જે હાડકા મજબુત બનાવે છે અને હાડકા સંબંધીત બીમારીઓથી દૂર રહી શકાય છે.
હૃદય માટે ફાયદેમંદ
બીજમાં મેગ્નેશિયમનું ભરપુર પ્રમાણ છે જે હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બ્લડ પ્રેસર કંટ્રોલમાં રહે છે. એ સિવાય તેમાં ફેટી એસિડ પણ હોય છે. જે હ્રદયનો સ્ટ્રોક, હાર્ટએટેક જેવી બીમારલઓથી પણ બચાવે છે.